વડોદરા, 14 ઓકટોબર – વડોદરાના ન્યુ સમારોડ વિસ્તારમાં આજે સવારે નવી બંધાયેલી એક સાઇટ પર ટાંકી સાફ કરવા જતા ચાર મજૂરોને ગુંગળા મણ થતા તેઓને બચાવી લેવામાં આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.
ન્યુ સમા રોડ વિસ્તારમાં ચાણક્યપુરી નજીક ચંદન પાર્ક સોસાયટીમાં બની રહેલા એક કોમ્પ્લેક્સની અંડર ગ્રાઉન્ડ ટાંકી છેલ્લા કેટલાક સમયથી બંધ રહેતી હતી. જે ટાંકી સાફ કરવા માટે આજે સવારે એક શ્રમજીવી નીચે ઉતર્યો ત્યારે એકાએક બેભાન થઈ અંદર પડી ગયો આ વખતે અન્ય બે થી ત્રણ શ્રમજીવી તેને બચાવવા જતા તેમને પણ ગભરામણ થઈ હતી.બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા તેમણે શ્રમજીવોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા જ્યાં તમામની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. આમ એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી.
