મોડાસા, 10 ઓકટોબર : ચાલુ નાણાકીય વર્ષ:૨૦૨૩ – ૨૪ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે બાગાયતદાર ખેડુતોને સહાય આપવાના કાર્યક્રમ જેવા કે કાચા અર્ધ પાકા પાકા મંડપ, સરગવાની ખેતી માટે સહાય, આંબા જામફળમાં ફળ ઉત્પાદકતા વધારાની કાર્યક્રમ, કમલમ ફળપાકની ખેતીમાં સહાય પપૈયા ફળપાક, કોમ્પ્રિહેન્સિવ ફોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ કાર્યક્રમ, ધનિષ્ટ ખેતીથી વાવેલ ફળપાકો, ટીસ્યુકલ્ચર છોડ દ્વારા ખારેકની ખેતીમાં વાવેતર વિસ્તાર વધારવા સહાય કાર્યક્રમ ફળપાક પ્લાન્ટીંગ મટેરીયલ, બાગાયતી પાકોના પ્રોસેસીંગના નવા યુનિટ, વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય. ઔષધિય સુગંધિત પાકો માટે ડીસ્ટીલેશન યુનિટમાં સહાય, છુટા ફુલપાક, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ (વીજદર સહાય), ખેતર પરના શોટીંગ ગ્રેડીંગ પેકીંગ એકમ ઉભા કરવા સહાય, ટુલ્સ ઇક્વિપમેન્ટ શોટીંગ ગ્રેડીંગ સાધનો માટે સહાય, પેકીંગ મટેરીયલ માટે સહાય હવાઇ માર્ગે બાગાય પેદાશોની નિકાસ માટે નૂર સહાય, ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી), પ્લાસ્ટીક મલ્ચીંગમાં સહાય, પ્લગ નર્સરી (વન બંધુ), મિશન મધમાખી કાર્યક્રમ, મસાલા પાકના વાવેતર માટે સહાય કાર્યક્રમ માટે તા. ૦૬/૧૦/૨૦૨૩ થી તા ૩૧/૧૦/૨૦૨૩ સુધી l-khedut Portal ખુલ્લુ મુકવામાં આવેલ છે. અત્રેના અરવલ્લી જિલ્લામાં બાગાયત ખાતાની યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડૂતોએ I-khedut Portal (web site – www.khedut gujarat.gov.in) માં જણાવેલ સમય દરમ્યાન પોતાના ગામના ઇ ગ્રામ સેન્ટર કે કોઇ ખાનગી ઇન્ટરનેટ ઉપરથી ૭/૧૨, ૮-અ ની નકલ. આધાર કાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને લાભ લેવા સમયસર અરજી કરવી. અરજી કર્યા બાદ અરજીની કોપી અને ઉપર જણાવેલ જરૂરી સાધનીક કાગળો દિન-૭ માં નીચે જણાવેલ કચેરીમાં અચુક જમા કરાવવા આથી જણાવવામાં આવે છે. લાભાર્થીની ઓનલાઇન અરજી, ૭/૧૨ અને ૮-અ ની નકલ મળ્યા બાદ જ અત્રેથી મંજુરી આપવામાં આવશે. આ અરજીઓ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ, સી-બ્લોક, સી/એસ/૧૦, મોડાસા, જિ. અરવલ્લી, ફોન નં. ૦૨૭૭૪-૨૫૦૧૯૫, પર રજુ કરવી.
