નવી દિલ્હી , 11 ઓકટોબર : મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપ કેસમાં નવી માહિતી સામે આવી છે. સુનીલ શેટ્ટી, સંજય દત્ત, રશ્મિકા મંદાના સહિત 34 બોલિવૂડ કલાકારોના નામ 18 સપ્ટેમ્બરના રોજ યુએઇ માં આયોજિત જન્મદિવસની ઉજવણી અને પાર્ટીમાં સામેલ થયા હોવાના અહેવાલ છે. આ તમામ કલાકારો હવે ઇડી ના રડાર પર છે.
યુએઈ માં આયોજિત પાર્ટીમાં એક યુ ટ્યુબ પ્રભાવકે હાજરી આપી હતી. તેણે તેની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આમાં સામેલ કલાકારોની પણ ચર્ચા થવા લાગી છે, જેના કારણે આ કલાકારો ઇડી ના રડાર પર આવી ગયા છે. એવું કહેવાય છે કે, આરોપી સૌરભ ચંદ્રકરે તેના લગ્નમાં 200 કરોડ રૂપિયા અને જન્મદિવસની પાર્ટી પર 60 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. જે વીડિયો સામે આવ્યો છે તેમાં ઘણા કલાકારો જોવા મળી રહ્યા છે.
કયા કલાકારો ઇડી ના રડાર પર છે ?
દીપ્તિ સાધવાણી, રફ્તાર, સોનુ સૂદ, સુનીલ શેટ્ટી, સંજય દત્ત, હાર્ડી સંધુ, સુનીલ ગ્રોવર, રશ્મિકા મંધાના, સોનાક્ષી સિંહા, ગુરુ રંધાવા, ટાઈગર શ્રોફ, સારા અલી ખાન, સુખવિંદર સિંહ, કપિલ શર્મા, મલાઈકા અરોરા, ડીજે ચેતસ, નોરા ફતેહી , નુસરત ભરૂચા , મૌની રોય , અમિત ત્રિવેદી , સોફી ચૌધરી , આફતાબ શિવદાસાની , ડેઝી શાહ , નરગીસ ફાખરી , ઉર્વશી રૌતેલા , ઈશિતા રાજ , નેહા શર્મા , સ્નેહા ઉલાલ , પ્રીતિ જંગિયાની , શમિતા શેટ્ટી , એલનાઝ , સોનાલી સેહગલ , ઈશિતા દત્તા, જિયોરજીઓ ઇંદ્રિયાની.
એક વીડિયો સામે આવ્યો છે કે, આ તમામ કલાકારો તે પાર્ટીમાં ગયા હતા. સૂત્રોએ જણાવ્યું છે કે, આ તમામ કલાકારો અને ગાયકોને મોટી રકમ ચૂકવવામાં આવી છે જેઓ મહાદેવ બુક એપની જાહેરાત અને પ્રચાર કરતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે માત્ર સૌરભ ચંદ્રાકરના લગ્ન અને જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપનાર અને પરફોર્મ કરનારી સેલિબ્રિટીઓ જ નહીં પરંતુ મહાદેવ બુક એપની જાહેરાત અને પ્રચાર કરનારા બોલીવુડ કલાકારો પણ ઇડી ના રડાર પર છે.
શું છે મામલો ?
મહાદેવ બુક એપના માલિક સૌરભ ચંદ્રકરે યુએઇ માં પોતાના લગ્નમાં 200 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. 200 કરોડની ઉચાપતને કારણે તે ચર્ચામાં આવ્યો હતો. ઇડી હવે આ કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે અને યુએઈ માં સૌરભના લગ્નમાં હાજરી આપનાર અને મહાદેવ બુક એપનો પ્રચાર કરનાર બોલિવૂડના કેટલાક પ્રખ્યાત કલાકારો, અભિનેત્રીઓ અને ગાયકોને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે.
