પાટણ, પાટણનાં નિર્મળનગર નજીક ગત દિવાળીનાં દિવસોમાં એક પાર્લર ઉપર કિશોર સાથે થયેલા ઝઘડામાં બોલાચાલી દરમિયાન કિશોરનું ઉપરાણું લઇને મરનાર ઉપર ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવાનાં કેસમાં હાલમાં સબજેલમાં રહેલા આરોપીઓ પૈકી અરવિંદભાઇ ડુંગરભાઈ વાવડીયા (પરમાર) રે. પાટણવાળાએ મૂકેલી જામીન અરજી પાટણનાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ હિતાબેન ભટ્ટે નામંજૂર કરી હતી.
કોર્ટે જણાવ્યું કે, આ આરોપીએ મુખ્ય આરોપીને મદદગારી કરવાનાં કારણે જ મુખ્ય આરોપી છરીનાં ઘા ઝીંકવામાં સફળ રહ્યા હોવાનું પ્રથમ દૃષ્ટિએ જણાઈ આવે છે. જે પ્રકારે ફરીયાદ પક્ષનો કેસ છે તે જોતાં ખૂબ જ નજીવી બાબતમાં કુરતાપૂર્વકનો ગુનો આચરવામાં આવ્યો છે. આ કેસમાં સકારી વકીલ ડૉ. મિતેશ ડી. પંડયાએ રજૂઆતો કરી હતી. તથા કેસમાં ફરીયાદ એડવોકેટ પ્રવિણભાઈ જી. પરમાર હાજર રહ્યા હતાં.
