પોરબંદર, પોરબંદરમાં ઈનોવેટીવ આર્ટિસ્ટ ટ્રસ્ટ, પોરબંદર દ્વારા ચિત્રકલાના વિકાસ અર્થે વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. આગામી તારીખ 26 થી 31 માર્ચ 2024 દરમિયાન મુંબઈ સ્થિત ધ આર્ટ સોસાયટી ઓફ ઈન્ડિયાના 25 જેટલા ચિત્રકારોનું એક સ્ટડી ટુરનું આયોજન પોરબંદર ખાતે કરવામાં આવ્યું છે.પોરબંદરના વિવિધ ઐતિહાસિક સ્થળો તથા બંદર વિસ્તારના રમણીય સ્થળોનું વોટર કલરના માધ્યમમાં રંગીન ચિત્ર દ્વારા ચિત્રાંકન કરશે.જેમાં વિશેષ ઉપસ્થિતિ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા ચિત્રકાર વાસુદેવ કામઠ વિજય આચરેકર તથા, અલકાબેન વોરા મુંબઈ થી રહેશે સાથે નવોદિત કલાકારો પોતાના 6 દિવસય નિવાસી લેન્ડસ્કેપ સ્ટડી ટુર માં પોરબંદરને રંગ પછીથી કંડારશે.
જેમાં લેન્ડસ્કેપ્સ સ્થળની વિગત મુજમ તા.26 સમય બપોરે 4 થી 7 :સાંદિપની હરિ મંદિર ખાતે જતા.27 સવારે 7 થી સાંજે 7 : અસ્માવતી ઘાટ,તા.28 સવારે 7 થી સાંજે 5 : હજુર પેલેસ, તારીખ 29 સવારે 7 થી સાંજે 7 : બંદર એરીયા,તા.30 સવારે 7 થી સાંજે 7:,આર જી ટી કોલેજ- રાજમહેલ તા.31સવારે 7 થી સાંજે 7:00 કિર્તિ મંદિર, માણેક ચોક, દરબારગઢ, સુદામા મંદિર તદ ઉપરાંત તારીખ 30 ના રોજ સાંજે 5 થી 8 દરમ્યાનચિત્રકાર વાસુદેવ કામઠ સાથે ચિત્રકલા પર એક કલા પરિસંવાદનું આયોજન મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું છે. તેમ પ્રેસિડેન્ટ ઈનોવેટિવ આર્ટીસ્ટ ટ્રસ્ટના પ્રમુખ બલરાજ પાડલીયા એ જણાવ્યું છે.
