ઝાંસી, નવી દિલ્હી,24 માર્ચ ; જિલ્લા મુખ્યાલયથી લગભગ 80 કિમી દૂર સ્થિત એરિચ નગર, સત્યયુગમાં એરિચ્છના નામથી પ્રખ્યાત હતું અને રાક્ષસ રાજા હિરણ્યકશ્યપની રાજધાની હતી. એવું માનવામાં આવે છે કે, આ તે જ સ્થાન છે જ્યાંથી હોળીની શરૂઆત થઈ હતી. આ જ સ્થળે હોલિકાનું દહન કરવામાં આવ્યું હતું. રંગોનો તહેવાર હોળી સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ સાથે, ઉજવવામાં આવે છે.
બહુ ઓછા લોકો જાણે છે કે, આ તહેવારની ઉત્પત્તિ ક્યાંથી થઈ? જો તમને ખબર ન હોય તો અમે તેમને જણાવી દઈએ કે-
બુંદેલખંડના ઝાંસી જિલ્લાના એરુચથી, હોળીનો તહેવાર શરૂ થયો છે. આ એક સમયે હિરણ્યકશ્યપની રાજધાની હતી. અહીં તેમની બહેન હોલિકા, ભક્ત પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેઠી હતી. જેમાં વરદાન જ હોલિકા માટે, અભિશાપ બની ગયું અને ભક્ત પ્રહલાદને બાળવાનો પ્રયાસ કરતી વખતે હોલિકા, બળી ગઈ પરંતુ પ્રહલાદ બચી ગયો. સત્યયુગમાં ભક્ત પ્રહલાદની ભક્તિનો પુરાવો, રજૂ કરતા એરુચનો ડીકૌલી પર્વત અને પ્રહલાદ દૌં (ડીકૌલી પર્વત જ્યાંથી ભક્તને પ્રહલાદને મારવા માટે ફેંકવામાં આવ્યો હતો અને પ્રહલાદ દૌં – બેતવા નદીનો ઊંડો ભાગ) આજે પણ તે ભક્તિની વાર્તા કહેતા મક્કમ રીતે ઉભા છે.
ભગવાન વિષ્ણુએ નરસિંહ તરીકે અવતાર લીધો. તેમણે હિરણ્યકશ્યપને સંધ્યાકાળમાં ડીકૌલી સ્થિત મંદિરના ઉંબરે, પોતાના નખ વડે મારી નાખ્યો હતો, એટલે કે ન તો દિવસ અને ન તો રાત. કહેવાય છે કે, ત્યારથી ધૂળ અને માટીની હોળીનો તહેવાર શરૂ થયો. શાસ્ત્રો અને પુરાણો અનુસાર, ઝાંસી જિલ્લાનું વર્તમાન એરિચ નગર સત્યયુગમાં એરિકચના નામથી પ્રખ્યાત હતું. આ એરિકચ્છ રાક્ષસ રાજા હિરણ્યકશ્યપની રાજધાની હતી. હિરણ્યકશ્યપને સર્જનહાર બ્રહ્મા તરફથી એવું વરદાન મળ્યું હતું કે, તે ન તો દિવસ દરમિયાન મૃત્યુ પામશે કે ન તો રાત્રે, ન તો માણસ કે, પ્રાણી તેને મારી શકશે.આ વરદાન પ્રાપ્ત કર્યા પછી, પોતાને અમર માનનાર હિરણ્યકશ્યપ નિરંકુશ બની ગયો. પરંતુ આ રાક્ષસ રાજાના ઘરે ભક્તરાજ પ્રહલાદનો જન્મ થયો હતો. ભક્ત પ્રહલાદની નારાયણ પ્રત્યેની ભક્તિથી પરેશાન, હિરણ્યકશ્યપે તેને મારવાના અનેક પ્રયાસો કર્યા, છતાં પ્રહલાદ બચી ગયો. આખરે હિરણ્યકશ્યપે પ્રહલાદને ડીકોલી પર્વત પરથી નીચે ફેંકી દીધો.
વિદ્વાન ઈતિહાસકાર અને રાજ્ય મંત્રી હરગોવિંદ કુશવાહ જણાવે છે કે, પ્રહલાદ દૌં હજુ પણ ડીકોલી પર્વત અને તે જગ્યા પર હાજર છે. જ્યાં પ્રહલાદ બેતવા નદીમાં પડ્યો હતો. તેનો ઉલ્લેખ શ્રીમદ ભાગવત પુરાણના9માં સ્કંધમાં, અને ઝાંસી ગેઝેટિયરના પાના 339 એ, 357માં મળે છે.
પૌરાણિક કથાઓ અનુસાર, હિરણ્યકશ્યપના આદેશ મુજબ, તેની બહેન હોલિકાએ પ્રહલાદને મારવાનું નક્કી કર્યું. હોલિકા પાસે એવી ધવરદાનની ઓઢણી હતી, જેને ઓઢવાથી તે અગ્નિની વચ્ચે બેસી શકતી હતી અને તેને પહેરવાથી તેના પર અગ્નિની કોઈ અસર થતી ન હતી. હોલિકા એ જ ચુનરી પહેરીને, પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેઠી, પણ ભક્તિની સામે વરદાન પણ અભિશાપ બની ગયું. ભગવાનની માયાનો પ્રભાવ એવો થયો કે, પવન ફૂંકાયો અને તે ઓઢણી હોલિકા ઉપરથી ઉડીને, પ્રહલાદ પર આવી. આ રીતે પ્રહલાદનો ફરીથી બચાવ થયો અને હોલિકા બળી ગઈ. આ પછી તરત જ, ભગવાન વિષ્ણુએ, ભક્ત પ્રહલાદને બચાવવા માટે મહેલનો સ્તંભ તોડીને નરસિંહના રૂપમાં અવતાર લીધો અને સંધ્યાકાળમાં ડીકૌલી સ્થિત મંદિરના ઉંબરે, એટલે કે ન તો દિવસ અને ન રાતે હિરણ્યકશ્યપને તેના નખથી વધ કરી નાખ્યો.
માત્ર બુંદેલખંડમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં, હોળીના એક દિવસ પહેલા હોલિકા દહનની પરંપરા ચાલી રહી છે. આજે પણ એરુચમાં, સ્થાનિક રહેવાસીઓ આ પરંપરાને ફાગ અને ગીતો સાથે ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે.
