
ગાંધીનગર, : સુરત ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીની ઉપસ્થિતિમાં બારડોલી વિધાનસભાના કોંગ્રેસના માજી ધારાસભ્ય અને સુરત જિલ્લા પંચાયતના પૂર્વ આરોગ્ય સમિતિ તેમજ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ અનિલભાઈ પટેલ, ગુજરાત સરકારના માજી મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રદેશના સંગઠન મંત્રી પ્રવીણભાઈ રાઠોડ, તેમજ તેમના 500 થી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા.
આ કાર્યક્રમમા રાજ્ય સરકારના મંત્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
