નવી દિલ્હી, 2 માર્ચ : પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો નાનો પુત્ર, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. હાલમાં તેઓનું પ્રી-વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગરમાં ચાલી રહ્યું છે. અનંત અંબાણી-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમનીમાં અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. 1 થી 3 માર્ચ દરમિયાન યોજાનાર આ કાર્યક્રમ માટે, પોપ સિંગર રિહાનાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
રિહાનાએ અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ સાથે તેના વર્તને નેટીઝન્સનું દિલ પણ જીતી લીધું છે. અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં ગીતો ગાયા બાદ રિહાના ઘરે પરત ફરવા એરપોર્ટ પર આવી હતી. આ વખતે એરપોર્ટ પર તેના વર્તને, સૌના દિલ જીતી લીધા હતા. રિહાનાએ એરપોર્ટ પર પાપારાઝી માટે પોઝ આપ્યો હતો. તે સમયે સિંગરનો ક્રેઝ જોઈને, પાપારાઝીએ પૂછ્યું, ‘શું આપણે તમારી સાથે તસવીર ખેંચાવીએ?’ એનો કોઈ વિચાર કર્યા વિના રિહાનાએ તેના સુરક્ષા ગાર્ડ્સને પાછળ આવવા કહ્યું અને પાપારાઝી અને એરપોર્ટ પર આવેલા તમામ સામાન્ય લોકોને રોક્યા. સાથે ચિત્રો લીધા. રિહાનાએ, ભારત પ્રત્યેની પોતાની લાગણીઓ આઈ લવ ઈન્ડિયા કહીને વ્યક્ત કરી હતી.
જામનગર એરપોર્ટ પર રીહાનાનો આ વીડિયો, હાલ બધે વાયરલ થઈ રહ્યો છે. નેટીઝન્સે આ ગાયકના ખૂબ વખાણ કર્યા છે. ઘણા લોકોએ આ પ્રખ્યાત હોલીવુડ સિંગરની તુલના બોલીવુડની હસ્તીઓ સાથે કરી છે. રિહાનાના વીડિયો પર, નેટીઝન્સે કોમેન્ટ કરી છે, બોલીવુડની સેલિબ્રિટીઓએ તેની પાસેથી કંઈક શીખવું જોઈએ, આને એક વાસ્તવિક કલાકાર કહેવાય, તે હોલીવુડની છે અને તેથી ડાઉન ટુ અર્થ, આ વાસ્તવિક માનવતા છે.
દરમિયાન પ્રિ-વેડિંગ ઇવેન્ટને ધ્યાનમાં રાખીને જામનગરમાં અંબાણી પરિવાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. મહેમાનો માટે ખાસ આલીશાન ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે. આ ટેન્ટમાં સોફા, બેડ, ફ્રીજ, ટીવી, એસી જેવી આધુનિક સુવિધાઓ છે.
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીમાં બોલિવૂડ અને હોલીવુડની હસ્તીઓ તેમજ ક્રિકેટરો અને ઈન્ડસ્ટ્રીના લોકો હાજર રહ્યા હતા. પ્રી-વેડિંગ પછી તેઓ જુલાઈ મહિનામાં લગ્ન કરવા જઈ રહ્યા છે.
