નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના રાજકોટમાં વિવિધ વિકાસ યોજનાઓનું લોકાર્પણ કરતી વખતે કહ્યું હતું કે,” તેઓ સરકારને દિલ્હીમાંથી બહાર કાઢીને દેશના ખૂણે ખૂણે લઈ ગયા છે.” તેમણે કહ્યું કે,” આજે સમગ્ર દેશ એનડીએ સરકારને ત્રીજી વખત આશીર્વાદ આપી રહ્યો છે અને આ વખતે આખો દેશ, 400% વિશ્વાસ આપી રહ્યો છે.”
વડાપ્રધાને વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા બાદ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું કે,” એક સમયે દેશના તમામ મોટા કાર્યક્રમો દિલ્હીમાં જ યોજાતા હતા. આજે દેશનાં શહેરોમાં વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ એક નવી પરંપરાને આગળ ધપાવી રહ્યું છે. તેમણે ભારત સરકારને દિલ્હીમાંથી બહાર કાઢીને દેશના ખૂણે ખૂણે પહોંચાડી.” આ પ્રસંગે વડાપ્રધાને ગુજરાતમાં રાજકોટ, પંજાબના ભટિંડા, ઉત્તર પ્રદેશમાં રાયબરેલી, પશ્ચિમ બંગાળમાં કલ્યાણી અને આંધ્ર પ્રદેશમાં મંગલગિરી ખાતે પાંચ અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થાન (એઈમ્સ)નું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું.
તેમણે કહ્યું કે,” વિકાસશીલ ભારત ઝડપી ગતિએ કામ કરી રહ્યું છે અને વિકાસ કાર્યો પૂર્ણ કરી રહ્યું છે. અમે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ એવા આરોગ્યસંભાળ ક્ષેત્રને વિકસતા જોઈ રહ્યા છીએ.“ મોદીએ કહ્યું કે,” ભારતે કોરોનાને હરાવ્યો, આખી દુનિયામાં તેની ચર્ચા થઈ રહી છે. આ શક્ય બન્યું કારણ કે છેલ્લા 10 વર્ષમાં ભારતની હેલ્થકેર સિસ્ટમ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.”
તેમની રાજકીય સફરને યાદ કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે,” તેમની ચૂંટણી યાત્રાની શરૂઆતમાં રાજકોટે મોટી ભૂમિકા ભજવી હતી.” તેમણે કહ્યું કે,” આજે સમગ્ર દેશ તેમને પ્રેમ અને આશીર્વાદ આપી રહ્યો છે જેમાં રાજકોટ પણ ખ્યાતિને પાત્ર છે. 22 વર્ષ પહેલા 24મી ફેબ્રુઆરીના રોજ રાજકોટે, તેમને પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટ્યા હતા અને આજે 25મી ફેબ્રુઆરીના રોજ તેમણે પ્રથમ વખત રાજકોટના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં શપથ લીધા હતા.”
વડાપ્રધાન મોદીએ કહ્યું કે,” આઝાદીના 50 વર્ષ સુધી દેશમાં માત્ર એક જ એઈમ્સ હતી અને તે પણ દિલ્હીમાં. આઝાદીના 7 દાયકામાં માત્ર 7 એઈમ્સને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તે પણ ક્યારેય પૂર્ણ થઈ શકી નથી. આજે છેલ્લા 10 દિવસમાં 7 નવી એઈમ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. છેલ્લા 6-7 દાયકામાં જે થયું છે તેના કરતા અનેકગણી ઝડપથી આપણે દેશનો વિકાસ કરી રહ્યા છીએ અને તેને લોકોના ચરણોમાં સમર્પિત કરી રહ્યા છીએ.”
