નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમની સતત પ્રગતિ, શાંતિ અને સમૃદ્ધિ માટે પણ પ્રાર્થના કરી હતી.
આજે એક એક્સ-પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું, “મિઝોરમના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભકામનાઓ. ભારતને મિઝોરમની અનોખી સાંસ્કૃતિક ટેપેસ્ટ્રી, તેની સમૃદ્ધ સુંદરતા અને તેના લોકોની ઉષ્માભરી ભાવના પર ખૂબ ગર્વ છે. મિઝો સંસ્કૃતિ ખૂબ જ પ્રેરણાદાયી છે, જે પરંપરા અને સંવાદિતાનું મિશ્રણ છે. મિઝોરમની સતત પ્રગતિ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરું છું.”
બીજી પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું, “અરુણાચલ પ્રદેશના રાજ્ય સ્થાપના દિવસ પર, રાજ્યના લોકોને મારી શુભેચ્છાઓ. અરુણાચલ પ્રદેશના લોકો ભારતના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. રાજ્યની સંસ્કૃતિની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવે છે, ખાસ કરીને જીવંત આદિવાસી પરંપરાઓ અને સમૃદ્ધ જૈવવિવિધતા. અરુણાચલ પ્રદેશ આવનારા વર્ષોમાં સમૃદ્ધ રહે.”
