નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે (બુધવાર) વસંત પંચમીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે માઘ માસની પંચમીના રોજ વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, વસંત પંચમી અને સરસ્વતી પૂજાના શુભ અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.તેમણે કામના કરી હતી કે, ઊર્જા અને શ્રધ્ધા થી ભરેલો આ તહેવાર તમામ ભારતીયોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે. માતા સરસ્વતી દરેકના જીવનમાં વિદ્યા અને જ્ઞાનનો સતત ફેલાવો કરે.
એવું માનવામાં આવે છે કે, આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાથી બુદ્ધિ, જ્ઞાન અને કલામાં વધારો થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ‘એક્સ’ હેન્ડલ પર કહ્યું, દેશભરના મારા પરિવારના સભ્યોને વસંત પંચમી અને સરસ્વતી પૂજાની શુભકામનાઓ.
