કોલકતા, નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી : દિગ્ગજ બોલિવૂડ અભિનેતા અને બીજેપી નેતા મિથુન ચક્રવર્તીની શનિવારે શૂટિંગ દરમિયાન અચાનક તબિયત લથડતાં તેમને કોલકતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેણે અચાનક છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં સૌ પ્રથમ તેમનો એમઆરઆઈ કરવામાં આવ્યો હતો.
અભિનેતા સોહમ ચક્રવર્તી દ્વારા નિર્મિત ફિલ્મ ‘શાસ્ત્રી’ના શૂટિંગ દરમિયાન મિથુન ચક્રવર્તીને છાતીમાં દુખાવો થયો હતો. તૃણમૂલ વિધાનસભ્ય કમ અભિનેતા સોહમ, તેમને કોઈ પણ વિલંબ કર્યા વગર હોસ્પિટલ લઈ ગયા.
ગયા વર્ષે રિલીઝ થયેલી મિથુનની ફિલ્મ ‘કાબુલીવાલા’ને દર્શકોએ ખૂબ વખાણી હતી. તેણે હાલમાં જ નવી ફિલ્મ પર કામ શરૂ કર્યું છે.
