મુંબઈ, નવી દિલ્હી, 08 ફેબ્રુઆરી : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે કહ્યું કે,” પેટીએમ પેમેન્ટ્સ બેંક પરની, કાર્યવાહી નિયમોનું પાલન ન કરવાને કારણે થઈ છે. જો કે, પેટીએમમાં સિસ્ટમ લેવલ વિશે ચિંતા કરવાની જરૂર નથી, જે ઓનલાઈન પેમેન્ટની સુવિધા પૂરી પાડે છે.”
પેટીએમ સામે ભારતીય રિઝર્વ બેંકની કાર્યવાહી બાદ, અહીં આયોજિત પ્રેસ કોન્ફરન્સને સંબોધતા આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે,” પેટીએમને પૂરતો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ તેઓ સુધર્યા નથી.” તેમણે કહ્યું કે,” જો કોઈ સંસ્થા નિયમોનું પાલન નહીં કરે તો, જવાબદાર નિયમનકારો તરીકે અમારે પગલાં લેવા પડશે.” તેમણે કહ્યું કે,” જો આરબીઆઈના કાર્યક્ષેત્ર હેઠળની નાણાકીય સંસ્થાઓ તમામ જરૂરિયાતોને પૂર્ણ કરે છે, તો પછી કેન્દ્રીય બેંકને કોઈપણ એકમ સામે કાર્યવાહી કરવાની શું જરૂર છે.”
વાસ્તવમાં, સેન્ટ્રલ બેંકે મની લોન્ડરિંગની ચિંતાઓને કારણે, વિજય શર્માની આગેવાની હેઠળની ઓનલાઈન વોલેટ પેટીએમ અને તેની બેંકિંગ શાખા, વચ્ચે કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો પર અંકુશ લાદ્યો છે. ગયા અઠવાડિયે જ, આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંક (પીપીબીએલ) ને ડિપોઝિટ, લેવા સહિતની મોટાભાગની પ્રવૃત્તિઓ બંધ કરવા અને 29 ફેબ્રુઆરી પછી નવા ગ્રાહકો, ઉમેરવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
