હરિદ્વાર, નવી દિલ્હી, 29 જાન્યુઆરી (હિ.સ.) ગિલોયની હેપેટોપ્રોટેક્ટીવ (યકૃતને સ્વસ્થ રાખવાની ક્ષમતા) અને અન્ય ફાયદાકારક અસરોને હવે યુનાઇટેડ કિંગ્ડમ દ્વારા પણ સ્વીકારવામાં આવી છે. જેને ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા રોયલ ફાર્માસ્યુટિકલ ઓફ ગ્રેટ બ્રિટન સોસાયટીના પ્રખ્યાત સંશોધન જર્નલ ‘જર્નલ ઓફ ફાર્મસી એન્ડ ફાર્માકોલોજી’માં પ્રકાશિત કરવામાં આવી છે. આ માહિતી ઉત્તરાખંડના હરિદ્વાર સ્થિત, પતંજલિ યોગ પીઠ દ્વારા આપવામાં આવી છે.
યુકે જર્નલ ઓફ ફાર્મસી એન્ડ ફાર્માકોલોજીએ સ્વીકાર્યું છે કે, ગિલોય પરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે, તે લીવરને સ્વસ્થ રાખવાની સાથે સાથે શરીરના કોષોના અધોગતિને અટકાવવામાં, અને લીવરને રક્ષણ પૂરું પાડવામાં મદદરૂપ છે. ગિલોય શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. ગિલોયનો રોજ ઉપયોગ કરવાથી (ખોરાકના રૂપમાં) ઘણી બીમારીઓથી રાહત મળી શકે છે. તેમણે કહ્યું કે, ગિલોયનો ઉપયોગ, ફૂડ સપ્લિમેન્ટ તરીકે કરી શકાય છે જે લીવરને સુરક્ષિત કરે છે.
આ પ્રસંગે આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યું કે, ગિલોયનો ઉપયોગ પ્રાચીન સમયથી રક્ત શુદ્ધિકરણ અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કરવામાં આવતો હતો. ગિલોય એ હેપેટોપ્રોટેક્ટીવ એજન્ટ છે.
હરિદ્વાર સ્થિત પતંજલિ યોગપીઠના જનરલ સેક્રેટરી આચાર્ય બાલકૃષ્ણે કહ્યું કે, આયુર્વેદને દબાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ, પતંજલિએ હંમેશા આયુર્વેદને મહિમા આપ્યો છે. કોરોના સમયગાળા દરમિયાન, ગિલોય વિશે ગેરસમજ ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે, ગિલોયના વધુ પડતા સેવનથી લીવર પર વિપરીત અસર થાય છે. પરંતુ પતંજલિ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ ગિલોય પર રિસર્ચ કર્યું અને પુરાવા સાથે રજૂ કર્યું. અને એમ પણ કહ્યું કે, તે પણ પ્રાસંગિક છે કે, ગિલોય એ કોરોના સામેની મુખ્ય દવા કોરોનિલનું મુખ્ય ઘટક છે. પતંજલિના પ્રયાસોને કારણે, આજે વિશ્વભરના વૈજ્ઞાનિકો આયુર્વેદના મહત્વને સ્વીકારી રહ્યા છે.’
