નવી દિલ્હી, 29 જાન્યુઆરી (હિ.સ.) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ કન્નુર અર્બન નિધિ લિમિટેડની કરોડો રૂપિયાની છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડ્યા છે. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ કેરળના ત્રિશૂર અને મલપ્પુરમમાં લગભગ ચાર-પાંચ સ્થળોએ આ કાર્યવાહી કરી છે.
સત્તાવાર સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે, કેન્દ્રીય તપાસ એજન્સી થ્રિસુર અને મલપ્પુરમમાં, કન્નુર અર્બન નિધિ લિમિટેડના લગભગ ચાર-પાંચ જગ્યાઓએ તપાસ કરી રહી છે. ઇડી ની આ કાર્યવાહી, 12-13 ટકા જેટલું ઊંચું વળતર આપવાનું વચન આપીને, ડિપોઝિટ એકઠી કરીને લોકો સાથે છેતરપિંડી કરવાના કથિત કેસ સાથે સંબંધિત છે. ઇડી ની આ કાર્યવાહી, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 (પીએમએલએ)ની જોગવાઈઓ હેઠળ કેસ નોંધીને કરવામાં આવી છે.
કેન્દ્રીય તપાસ એજન્સીએ ગફૂર કેએમ, શૌકત અલી, એન્થોની એસ અને જશિના (હાલમાં જેલમાં) સહિત પ્રમોટરો અને ડિરેક્ટરો વિરુદ્ધ કેરળ પોલીસ અને આર્થિક અપરાધ વિંગ (ઈઓડબ્લ્યુ) દ્વારા દાખલ 150 એફઆઈઆર ના આધારે દરોડા પાડ્યા છે. ઇડી લગભગ 20 કરોડ રૂપિયાની સરકારી ભંડોળ સાથે કથિત છેતરપિંડીની રકમ શોધવાનો પ્રયાસ કરી રહી છે.
