લંડન, નવી દિલ્હી, 16 જાન્યુઆરી (હિ.સ.) આર્જેન્ટિનાના સુપરસ્ટાર લિયોનેલ મેસીએ, બેલોન ડી’ઓર નો તાજ પહેર્યાના બે મહિના બાદ, સોમવારે ફિફાનો શ્રેષ્ઠ પુરૂષો ખેલાડીનો પુરસ્કાર જાળવી રાખ્યો હતો.
36 વર્ષીય મેસી લંડનમાં સમારોહમાં ગેરહાજર રહ્યો હતો, જ્યારે બાર્સેલોનામાં મેસ્સીને કોચ આપનાર પેપ ગાર્ડિઓલા શ્રેષ્ઠ કોચની ટ્રોફી લેવા આવ્યા હતા.
સ્પેનના ગાર્ડિઓલાએ માન્ચેસ્ટર સિટીને ગત સિઝનમાં પ્રીમિયર લીગ ટાઇટલ, એફએ કપ અને પ્રથમ ચેમ્પિયન્સ લીગ ટાઇટલ જીતાડ્યું હતું.
વધુમાં, ઈંગ્લેન્ડની મેનેજર સરીના વિગમૈનને મહિલા શ્રેષ્ઠ કોચનો તાજ આપવામાં આવ્યો હતો, જ્યારે સ્પેન અને બાર્સેલોનાની મિડફિલ્ડર એતાના બોનમતીને, શ્રેષ્ઠ મહિલા ખેલાડીનો પુરસ્કાર મળ્યો હતો. બોનમતીએ વિમેન્સ બેલોન ડી’ઓર એવોર્ડ પણ જીત્યો છે.
માર્ટાને તેની શ્રેષ્ઠ કારકિર્દીની સિદ્ધિઓ માટે, ફીફા સ્પેશિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. 37 વર્ષીય બ્રાઝિલિયને છ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં 23 મેચોમાં 17 ગોલ કર્યા છે. તેને છ વખત વિશ્વની શ્રેષ્ઠ મહિલા ખેલાડીનો એવોર્ડ પણ મળ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
