
અયોધ્યા, નવી દિલ્હી, 10 જાન્યુઆરી (હિ.સ.) ગુજરાતના અમદાવાદમાં પંચધાતુથી બનેલ ‘અજય બાણ’, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામજી માટે અયોધ્યા લાવવામાં આવેલ છે. ‘અજય બાણ’ અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યુ છે. તેનું વજન 11 કિલો અને લંબાઈ પાંચ ફૂટ છે. ગુજરાતના અંબાજી શક્તિપીઠમાં, પૂજા-અર્ચના કર્યા બાદ, અજય બાણને, અયોધ્યા મોકલવામાં આવ્યુ હતુ.
શક્તિપીઠ અંબાજી, ભગવાન શ્રી રામ સાથે સંબંધિત છે. ત્રેતાયુગની એક કથા છે કે, શ્રી રામજી લક્ષ્મણ સાથે ઋષિ શૃંગીના આશ્રમમાં ગયા હતા. શ્રૃંગી ઋષિએ માતા જગદંબાની, પૂજા કરવાનું સૂચન કર્યું. મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામજી અર્બુદા વનમાં પહોંચ્યા અને માતા જગદંબાની પૂજા કરી. માતા જગદંબા પ્રસન્ન થયા અને ભગવાન શ્રી રામને “અજય બાણ”ના આશીર્વાદ આપ્યા. ભગવાન શ્રી રામે ‘અજય બાણ’ વડે, રાવણનો વધ કર્યો અને અધર્મ પર સદાચારનો વિજય થયો. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જય ભોલે ગ્રુપ, અમદાવાદના સભ્યો મંગળવારે ‘અજય બાણ’ સાથે અયોધ્યા પહોંચ્યા હતા. ડબલ પટેલે ‘હિન્દુસ્થાન સમાચાર’ને જણાવ્યું કે,’ માતા અંબા અને ભગવાન શ્રી રામજી વચ્ચેનો સંબંધ જૂનો છે. માતા અંબાએ શ્રી રામજીને આપેલી ‘અજય બાણ’ની સ્મૃતિને જીવંત રાખવા માટે, જય ભોલે ગ્રુપે ‘અજય બાણ’ તૈયાર કર્યું છે.’
જય ભોલે ગ્રુપે ખાસ પ્રકારની ઘડિયાળ તૈયાર કરી છે.
‘અજય બાણ’ની સાથે રામ મંદિરમાં, સ્થાપિત કરવા માટે જય ભોલે ગ્રુપ દ્વારા અનેક પ્રકારની દિવાલ ઘડિયાળો પણ, અયોધ્યા લાવવામાં આવી છે. ઘડિયાળ પર અંકોની જગ્યાએ 12 ઋષિના નામ, હનુમાનજીના 12 નામ અને રામજીના 12 નામ લખવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / બ્રિજનંદન / મોહિત / માધવી
