નવી દિલ્હી, 10 જાન્યુઆરી (હિ. સ.) હોલિવૂડ એક્ટર એડન કેન્ટોનું નિધન થયું છે. એડન કેન્ટોના મૃત્યુ પર હોલીવુડ શોકમાં છે. એડને 42 વર્ષની ઉંમરે, અંતિમ શ્વાસ લીધા. અહેવાલો અનુસાર, એડન કેન્ટોનું મૃત્યુ એપેન્ડિક્સ કેન્સરથી થયું હતું. એડન કેન્ટોનો પરિવાર અને ચાહકો તેના મૃત્યુથી આઘાતમાં છે. તેના ચાહકો સોશિયલ મીડિયા પર, પોસ્ટ શેર કરીને તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. એડન કેન્ટોની પાછળ તેની પત્ની સ્ટેફની એન કેન્ટો અને બે બાળકો રોમન એલ્ડર અને ઈવ જોસેફિન છે.
એડને ડ્રામા શ્રેણી ‘ધ ક્લીનિંગ લેડી’માં અભિનય કર્યો હતો. આ અમેરિકન સિરીઝમાં એડને મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સિરીઝમાં તે અરમાન મોરાલેસ તરીકે જોવા મળ્યો હતો. એડન શ્રેણીની બે સીઝનમાં પણ, દેખાયો હતો. પરંતુ સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તે આ શ્રેણીની ત્રીજી સીઝનનો, ભાગ બની શક્યો ન હતો. એડને ડ્રામા સિરીઝ ‘ધ ક્લીનિંગ લેડી’થી લોકપ્રિયતા મેળવી હતી.
1981માં મેક્સિકોમાં જન્મેલા અને ટેક્સાસમાં ઉછરેલા એડને, 16 વર્ષની ઉંમરે મેક્સિકો સિટીમાં ગાયક અને ગિટારવાદક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે કમર્શિયલ અને ટીવી શોમાં પણ કામ કર્યું હતું. 2013માં એડનને ફોક્સ ડ્રામા સીરિઝ ‘ધ ફોલોઈંગ’માં કામ કરવાની તક મળી. એડન કેન્ટોએ, ડેઝિગ્નેટેડ સર્વાઈવર, મિક્સોલોજી અને બ્લડ એન્ડ ઓઈલ શ્રેણીમાં કામ કર્યું.
તેણે નેટફ્લિક્સ સિરીઝ નાર્કોસમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. એડન કેન્ટોએ ડેઝિગ્નેટેડ સર્વાઈવર, મિક્સોલોજી અને બ્લડ એન્ડ ઓઈલ જેવી શ્રેણીઓમાં પણ અભિનય કર્યો હતો, જેની વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવી હતી. એડન કેન્ટોએ 2014માં એક શોર્ટ ફિલ્મથી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. 2020 માં તેણે થિયો રોસી દ્વારા એક ફિલ્મનું નિર્દેશન કર્યું.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર / સુનીત / માધવી
