મુંબઈ, નવી દિલ્હી, 09 જાન્યુઆરી (હિ.સ.) બોલિવૂડ સ્ટાર ટાઈગર શ્રોફે સોમવારે મુંબઈમાં પ્રો કબડ્ડી લીગ (પીકેએલ) સીઝન 10માં તેની હાજરી દર્શાવી હતી. તેણે યુ-મુંબા ટીમને પ્રોત્સાહિત કરી, જે દબંગ દિલ્હી કેસીનો સામનો કરી રહી હતી.
પોતાના મનપસંદ પીકેએલ પ્લેયર વિશે, વાત કરતા ટાઈગર શ્રોફે કહ્યું, મારો ફેવરિટ પ્લેયર પવન સેહરાવત છે. હું તેની સાથે રિલેટ કરી શકું છું, કારણ કે તે હાઈ ફ્લાયર છે. અને મારી ફેવરિટ મૂવ ડિપ છે. મને ખરેખર ગમે છે કે, રેડર કેવી રીતે ડિફેન્ડર્સના સર્કલને ટાળે છે.
2019માં તેની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યર 2 માટે, કબડ્ડીની તાલીમ લેનાર શ્રોફે આ રમતની પ્રેક્ટિસ કરવાના પોતાના અનુભવ વિશે, વાત કરતાં કહ્યું, સ્ટુડન્ટ ઑફ ધ યર 2માં મુખ્ય રમતોમાંની એક કબડ્ડી હતી. મેં ફિલ્મ માટે કબડ્ડીની તાલીમ લીધી હતી. બોડી લેંગ્વેજને યોગ્ય બનાવવા માટે, કબડ્ડીની ઘણી તાલીમ લીધી. તે મારા માટે ખૂબ જ પડકારજનક હતું. મેં રેડ અને ટેકલ કેવી રીતે કરવું તે શીખી લીધું. મેં ડૂબકી જેવી, વિવિધ ચાલ પણ અજમાવી.
બોલિવૂડ સ્ટારે વધુમાં ઉમેર્યું હતું કે, કબડ્ડી ખરેખર એક શારીરિક રમત છે. તેમાં ઘણી એથ્લેટિકિઝમ, તાકાત અને ચપળતાની જરૂર છે. હું પ્રો કબડ્ડી લીગમાં ખેલાડીઓના પ્રદર્શનથી ખરેખર પ્રભાવિત છું.
જ્યારે પ્રો કબડ્ડી લીગ અંગેના, તેમના વિચારો વિશે પૂછવામાં આવ્યું ત્યારે શ્રોફએ કહ્યું, આ પ્રો કબડ્ડી લીગની દસમી સિઝન છે, અને આટલી બધી સિઝન સુધી રમતગમતની ટુર્નામેન્ટ ચાલુ રાખવાની, આ એક દુર્લભ તક છે. હું આ પ્રો કબડ્ડી લીગ સાથે સંકળાયેલા હોઈને, ખૂબ જ ખુશ છું. યુવાનોને કબડ્ડીમાં રસ લેતા જોવું ખરેખર આનંદદાયક છે.”
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
