મુંબઈ, નવી દિલ્હી, 9 જાન્યુઆરી, (હિ.સ.) પીઢ હિન્દી દિગ્દર્શક રમેશ સિપ્પીને આ વર્ષના 20મા થર્ડ આઈ એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં, ‘એશિયન કલ્ચર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે, જે વિશ્વની ફિલ્મોની મિજબાની લાવે છે. સિનેમા ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન માટે તેમને આ વિશેષ સન્માન આપવામાં આવશે અને આ પુરસ્કાર એશિયાના, મહત્વના મહાનુભાવોને આપવામાં આવે છે.
તેમજ કૈં. સુધીર નંદગાંવકરની યાદમાં, લેખન માટેનો વિશેષ ફિલ્મ પુરસ્કાર, લેખક પ્રકાશ મગદુમને આ વર્ષે આપવામાં આવશે. તેમને આ એવોર્ડ તેમના પુસ્તક ‘ધ મહાત્મા ઓન સેલ્યુલોઈડ’ માટે મળ્યો હતો. ફિલ્મ સોસાયટી ચળવળના કાર્યકર સુભાષ દેસાઈને, ફિલ્મ ક્ષેત્રે તેમના નોંધપાત્ર કાર્ય માટે ‘સત્યજીત રે’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
‘શોલે’, ‘શાન’, ‘સીતા ઔર ગીતા’, ‘સાગર’ જેવી ખૂબ જ લોકપ્રિય ફિલ્મોનું દિગ્દર્શન કરનારા પીઢ દિગ્દર્શક રમેશ સિપ્પીએ, આજ સુધી ચાહકોને ઘણી શાનદાર ફિલ્મો આપી છે. તેમના દ્વારા નિર્દેશિત ફિલ્મોએ, ઇતિહાસ રચ્યો છે અને ભારતીય સિનેમામાં અમૂલ્ય યોગદાન રહ્યું છે.
20મા ‘થર્ડે આઈ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ’ માટે, ડેલિગેટ રજીસ્ટ્રેશન 5મી જાન્યુઆરીથી શરૂ થઈ ગયું છે અને www.thirdeyeasianfilmfestival.com વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાશે. તેમજ સિટીલાઇટ સિનેમા, માહિમ, કાંદિવલીમાં ઠાકુર કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સ, અને પીવીઆર સિનેપોલિસ, થાણેમાં સવારે 11.00 થી સાંજે 7.00 વાગ્યા સુધી સીધું રજીસ્ટ્રેશન કરી શકાશે.
આ માટેની ફી નીચે મુજબ છે-
જનરલ ડેલિગેટ – રૂ. 700,
ફિલ્મ સોસાયટીના સભ્ય – રૂ.500
વિદ્યાર્થીઓ માટે – રૂ. 300 (વિદ્યાર્થીઓએ તેમની સાથે ઓળખ પત્ર લાવવાની જરૂર છે.)
હિન્દુસ્થાન સમાચાર/
