નવી દિલ્હી, 04 જાન્યુઆરી (હિ.સ.) દેશમાં કોરોનાના નવા કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના 760 નવા કેસ નોંધાયા છે અને તેના કારણે બે દર્દીઓના મોત થયા છે. ગુરુવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 4,423 છે. છેલ્લા 24 કલાકમાં 775 દર્દીઓ સાજા થયા છે.
આંકડા અનુસાર, કેરળ અને કર્ણાટકમાંથી સૌથી વધુ કોરોના કેસ સામે આવી રહ્યા છે. આ બે રાજ્યોમાંથી એક-એક કોરોના સંક્રમિત વ્યક્તિનું મોત થયું છે. આ સમયગાળા દરમિયાન, કોરોનાના નવા પ્રકાર જેન-1 ના પણ 511 કેસની પુષ્ટિ થઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયલક્ષ્મી / સંજીવ / ડો. હિતેશ /માધવી
