ભુજ/અમદાવાદ,02 જાન્યુઆરી (હિ.સ.) આજરોજ કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં નાંદાગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત નાંદા ગામ ખાતે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો ગ્રામજનોને આપવામાં આવ્યા હતા.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ યોજના જેવી કે PMJAY, NFSA, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, ICDS, આયુષ્યમાનકાર્ડ વગેરે યોજનાના લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન રાપર તાલુકા પંચાયત કારોબારી ચેરમેનશ્રી જયદિપસિંહ જાડેજા, અગ્રણી ભગા આહિર, નાંદા બામણસર સરપંચ દાઉદ સમેજા સહિત જિલ્લા પંચાયત અનેતાલુકા પંચાયતના પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉદેશ્ય છે કે પાત્રતા ધરાવતા બાકી રહી ગયેલા નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ સ્થળ ઉપર જ મળી રહે. જેથી કચ્છ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું છે. આમ ગ્રામીણકક્ષાએ વહીવટીતંત્રના વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ મારફતે સ્થળ ઉપર જ વિવિધ યોજનાઓના લાભ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેનો લાભ ઘર આંગણે અનેક નાગરિકોને મળી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર//માધવી
