લખનૌ, નવી દિલ્હી, 02 જાન્યુઆરી (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (બીજેપી)માં રાષ્ટ્રીય સંગઠક તરીકે કિસાન મોરચાનું કામ જોઈ રહેલા હૃદયનાથ સિંહનું મંગળવારે સવારે ડૉ. રામ મનોહર લોહિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં અવસાન થયું.
તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં લાવવામાં આવી રહ્યો છે. તેમના અંતિમ સંસ્કાર જૌનપુર જિલ્લાના શાહગંજ તાલુકામાં તેમના મૂળ ગામ અમાવા ખુર્દમાં કરવામાં આવશે.
ઝારખંડમાં ભાજપના રાજ્ય સંગઠન મંત્રી હોવા ઉપરાંત, હૃદયનાથ સિંહ, કાશી અને બ્રજ પ્રાંતના સંગઠન મંત્રી પણ રહ્યા. આ પહેલા તેઓ અયોધ્યા અને ઝાંસીના વિભાગ પ્રચારક હતા. તેઓ હરદોઈ અને પીલીભીતના જિલ્લા પ્રચારક પણ હતા. તેમણે ઈમરજન્સી દરમિયાન કામ કર્યું અને જેલમાં પણ ગયા.
જૌનપુરના રહેવાસી હૃદયનાથ સિંહ, ગોરખપુરમાં અભ્યાસ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)માં જોડાયા હતા. આ પછી તેઓ આરએસએસના પ્રચારક બન્યા. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરી, અને પ્રદેશ મહાસચિવ સંગઠન ધરમપાલ સિંહે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / બૃજનંદન / ડો. હિતેશ /માધવી
