
નવી દિલ્હી, 30 ડિસેમ્બર(હિ. સ.) ડંકી પહેલા દિગ્દર્શક રાજકુમાર હિરાનીએ ઘણી શ્રેષ્ઠ ફિલ્મો આપી છે, જેમાં સંજય દત્ત અભિનીત મુન્નાભાઈ ફ્રેન્ચાઇઝી પણ સામેલ છે. રાજકુમારે આ ફિલ્મના અત્યાર સુધીમાં બે ભાગ બનાવ્યા છે અને બંને હિટ રહ્યા છે. ચાહકો આ ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ, એટલે કે મુન્નાભાઈ 3ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન, રાજકુમાર હિરાનીએ ‘મુન્નાભાઈ 3’ વિશે અપડેટ આપ્યું છે.
શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ડંકી ના પ્રમોશન દરમિયાન રાજકુમાર હિરાનીને ‘મુન્નાભાઈ 3’ વિશે પૂછવામાં આવ્યું હતું. મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં રાજકુમારે ફિલ્મ વિશે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું, “મુન્નાભાઈ ફ્રેન્ચાઈઝીની છેલ્લી બે ફિલ્મો ઘણી સારી હતી. મારી પાસે આજ સુધી 5 અધૂરી સ્ક્રિપ્ટો છે, પરંતુ જ્યાં સુધી હું એ 2 ફિલ્મોની વાર્તા સાથે મેચ ન કરી લઉં, ત્યાં સુધી મુન્નાભાઈ 3 બની શકે નહીં. જો કે હું આ ફ્રેન્ચાઈઝીમાં બીજી ફિલ્મ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું, મેં હજુ સુધી એ નક્કી કર્યું નથી કે હું ક્યારે તેમાં કામ કરીશ. અત્યારે કંઈ કહેવું યોગ્ય નથી. હા, મારી પાસે એક વાર્તા છે. મને લાગે છે કે, તે કરી શકાય છે. હું તેને બનાવવા માંગુ છું. ”
રાજકુમાર હિરાનીની ડંકી એ ધૂમ મચાવી
રાજકુમાર હિરાનીની ડંકી, જે તાજેતરમાં થિયેટરોમાં રિલીઝ થઈ હતી, હાલમાં તે ચાહકોનું ખૂબ મનોરંજન કરી રહી છે. આ ફિલ્મ રિલીઝ થયાને એક અઠવાડિયું થઈ ગયું છે. શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ડંકી એ રિલીઝના 9 દિવસ બાદ બોક્સ ઓફિસ પર 167 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
હિન્દુસ્થાન સમાચાર/લોકેશ ચંદ્ર/રામાનુજ / માધવી
