• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનના સેવાયજ્ઞના ત્રણ વર્ષ પૂર્ણ 27 ડિસેમ્બર 2020 એ થયું હતુ પ્રથમ અંગદાન
Regional

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનના સેવાયજ્ઞના ત્રણ વર્ષ પૂર્ણ 27 ડિસેમ્બર 2020 એ થયું હતુ પ્રથમ અંગદાન

CliQ INDIA
Last updated: December 27, 2023 2:05 am
CliQ INDIA
Share
4 Min Read
SHARE

અમદાવાદ,26 ડિસેમ્બર (હિ.સ.) દ્રઢ ઇચ્છાશક્તિ અને તેનાથી મળતી સફળતાનું શ્રેષ્ઠત્તમ ઉદાહરણ જોવું હોય તો અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞથી પ્રેરણા લઇ શકાય. સરકારી હોસ્પિટલ અને તેની કામગીરી પ્રત્યે સામાન્ય વ્યક્તિઓ પર જે નકારાત્મક અમીટ છાપ હોય છે તેને દૂર કરીને આજે ફક્ત ગુજરાત જ નહીં દેશના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે અમદાવાદ સિવિલ હોસ્પિટલનું અંગદાનનું સેવાકાર્ય.

વાત છે વર્ષ 2020ની જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી ઝઝુમી રહ્યું હતુ,બીજી લહેરની શરૂઆત થવાની હતી આ પરિસ્થિતીઓની વચ્ચે 27 ડિસેમ્બર 2020ની વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયું હતુ પ્રથમ અંગદાન.રાજ્ય સરકારના SOTTO(State Organ Tissue And Transplant Organisation)ના સહયોગ અને સિવિલ હોસ્પિટલના તજજ્ઞ તબીબોની ટીમના સહિયારા પ્રયાસોથી અંગદાનની શરૂઆત થઇ.

ફેબ્રુઆરી અંત સુધીમાં લગભગ 5 થી 6 જેટલા અંગદાન થયા હતા પછી કોરોનાની બીજી લહેરની શરૂઆત થઇ. કોરોનાની આ બીજી લહેર વચ્ચે પણ અંગદાનનું સેવાકાર્ય અડિખમ રીતે ચાલતું જ રહ્યું આજે અંગદાનના આરંભને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. આ ત્રણ વર્ષમાં કુલ 169 વ્યક્તિઓ બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. જેમાં 139 બ્રેઇનડેડ વ્યક્તિઓના સ્વજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી (અત્રે નોંધનીય છે કે, અંગદાન એ ઇચ્છાશક્તિ થી થતુ દાન છે જે માટે ક્યારે કોઇ તબીબ કે વ્યક્તિ કે સરકાર દ્વારા ફરજ પાડવામાં આવતી નથી).

139 બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનમાં 443 જેટલા અંગો મળ્યા જેને 426 જેટલા જરૂરિયાતમંદ વ્યક્તિઓ કે જેમાં કોઇક હ્રદય, કિડની , લીવર ના અંગોની તકલીફના કારણે લાંબા સમયથી પીડામાંથી પસાર થઇ રહ્યાં હતા તેઓને નવજીવન મળ્યું.

આ 426 પરિવારોના જીવનમાં નવીન ઉજાસ પાથરવા, સમગ્ર પરિવારમાં સુખનો સુરજ ઉગાવવાનું ઉમદા કાર્ય આ 139 બ્રેઇનડેડ અંગદાતાઓ દ્વારા કરવામાં આવ્યું.સિવિલ હોસ્પિટલમાં આ 139 બ્રેઇનડેડ અંગદાતાઓ જરૂરિયાતમંદોને નવજીવન આપીને અમર થઇ ગયા છે. સિવિલ હોસ્પિટલ તંત્ર એ પણ આ તમામ અમર લોકોના સેવાકાર્યને બિરદાવવા અને તેઓને ખરા અર્થમાં અમર કરીને તેમની સ્મૃતિમાં હોસ્પિટલ પરિસરમાં જ “અમર કક્ષ”નું નિર્માણ કર્યા. જે વર્ષો સુધી અસંખ્ય લોકોને અંગદાન માટે પ્રેરણા આપતું રહેશે.

સિવિલ હોસ્પિટલમાં અંગદાતાઓના અંગદાનમાં મળેલા 426 અંગોમાં 244 કિડની, 119 લીવર, 39 હ્રદય, 9 સ્વાદુપિંડ,24 ફેફસા, 6 હાથ અને 2 નાના આંતરડાનું દાન મળ્યું.વધુમાં 104 જેટલી કોર્નિયા એટલે કે આંખનું પણ દાન આમાં મળ્યું છે.

અંગદાન થી જીવનદાનના આ ધ્યેયમંત્રને સિધ્ધ કરવા માટે 44 વખત ગ્રીનકોરિડોરનું નિર્માણ કરીને અંગોને સત્વરે એક છેડાથી બીજે છેડે ગણતરીની મીનિટોમાં પહોંચાડવામાં આવ્યું.

આ 139 અંગદાતાઓમાં 105 પુરુષ અને 34 સ્ત્રી બ્રેઇનડેડ વ્યક્તિઓ હતા. જેમાં પણ 15 થી 40 વર્ષના 81 બ્રેઇનડેડ, 40 થી 60 ની વયના 47 તેમજ 11 જેટલા વયોવૃધ્ધ બ્રેઇનડેડ અંગદાતાઓનું દાન મળ્યું.

139 બ્રેઇનડેડ અંગદાતાઓમાં 54 અમદાવાદથી, 12 ગાંધીનગર, 9 ખેડા, 4 રાજકોટ, 4 સુરેન્દ્રનગર , 4 સાબરકાંઠા, 4 સાબરકાંઠા, 6 ભાવનગર, 5 મહેસાણા. 5 જામનગર,3 દ્વારકા, 3 મહિસાગર, 2 અરવલ્લી, 2 અમરેલી,2 મોરબી,2 પોરબંદર,2 કચ્છ,2 પંચમહાલ, 1 પાટણ,1 દાહોદ,1 બોટાદ, 1 બનાસકાંઠા, 1 ગીરસોમનાથ અને એક ભરૂચ ના રહેવાસીનો સમાવેશ થાય છે.તેમજ રાજસ્થાનના 5 , મધ્યપ્રદેશના એક, ઉત્તરપ્રદેશના 3 , બિહારના 2 અને નેપાળના એક બ્રેઇનડેડ અંગદાતાનો સમાવેશ થાય છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાકાર્યની નોંધ, રાજ્ય ઉપરાંત સમગ્ર દેશમાં પણ લેવામાં આવી અને અનેક વખત બહુમાન પણ થયું.

હિન્દુસ્થાન સમાચાર/

You Might Also Like

મિશન સ્માઈલ” અંતર્ગત લીલીયા તથા વંડા પોલીસ દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને ગુડ ટચ–બેડ ટચ અંગે જાગૃતિ
ખોદાણ કરવા અંગે મ્યુ.કમિશનર દ્વારા એસઓપી છતાં ગોમતીપુરમાં ખાડો ખોદ્યો,રાત્રે10 ફૂટ ઊંડા ખાડામાં યુવક એક્ટિવા સાથે પટકાયો | BulletsIn
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એડ્મિશનમાં નીરસતા, 50% સીટ ખાલી
વડોદરા તાલુકાના સીસવા ગામે સંકટની ઘડીમાં સગર્ભા બહેનોની વિશેષ કાળજી | BulletsIn
ગિરનાર લીલી પરિક્રમા: અન્નક્ષેત્રો માટે અગત્યની અપીલ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બંગાળ ભાજપના નેતાઓ સાથે, શાહ-નડ્ડાની બંધ બારણે બેઠક શરૂ
Next Article ધારાસભ્ય ગણપત વસાવાની ઉપસ્થિતિમાં માંગરોલ તાલુકાના નાનીફળી અને બોરસદ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?