
, 25 ડિસેમ્બર (હિ. સ.) બોલિવૂડ એક્ટર અરબાઝ ખાને 56 વર્ષની ઉંમરે, ફરી એકવાર લગ્ન કરી લીધા છે અને હવે તેણે આ પ્રસંગની બે તસવીરો શેર કરીને, તેના ચાહકોને પત્નીનો ચહેરો બતાવ્યો છે. જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથેના. બ્રેકઅપના થોડા દિવસો બાદ અરબાઝ ખાને સીધા લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા છે. અરબાઝ ખાનની બીજી પત્નીનું નામ શુરા ખાન છે અને તે બોલીવુડની મોટી હસ્તીઓની મેકઅપ આર્ટિસ્ટ તરીકે ઓળખાય છે. શુરાએ અત્યાર સુધી ઘણા દિગ્ગજ અને પ્રખ્યાત કલાકારો સાથે કામ કર્યું છે.
સલમાન-અરબાઝની બહેન અર્પિતા ખાન શર્માના ઘરે, ધૂમધામથી નિકાહ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. અભિનેત્રી મલાઈકા અરોરાથી લગભગ 6 વર્ષ અલગ થયા બાદ અરબાઝ ખાને ફરીથી લગ્ન કર્યા છે. હવે શુરા ખાન તેની બીજી પત્ની તરીકે, અરબાઝના જીવનમાં આવી છે. આ લગ્ન સમારોહમાં અરબાઝ ખાનના પરિવાર સિવાય બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ઘણા મિત્રો અને નજીકના લોકોએ હાજરી આપી હતી. અરબાઝ અને શુરાએ તેમના લગ્નની તસવીરો સાર્વજનિક કરી છે.
છેલ્લા કેટલાક દિવસોથી અરબાઝ ખાનના બીજા લગ્નને લઈને, ઘણી ચર્ચા ચાલી રહી હતી. રવિવારે રાત્રે અર્પિતાના ઘરે યોજાયેલી આ નિકાહ સેરેમનીની ઘણી તસવીરો ફેન્સની સામે આવી છે. આ તસવીરોમાં 56 વર્ષીય અરબાઝ ખાન સેહરો પહેરેલો જોવા મળી રહ્યો છે. અરબાઝ અને શુરાના લગ્ન, કોઈ પણ ધામધૂમ વગર ખૂબ જ સાદગીથી થયા હતા. આ પ્રસંગે અરબાઝે ફ્લોરલ પ્રિન્ટની શેરવાની પહેરી હતી. જ્યારે શુરાએ અરબાઝની પ્રિન્ટ સાથે મેચિંગ ડિઝાઈનર લહેંગા પહેર્યો હતો. આ વખતે શૂરાએ ઓછો મેક-અપ અને જ્વેલરી પણ પહેરી હતી, પરંતુ આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. સોશિયલ મીડિયા પર આ ફોટો શેર કરતા અરબાઝ ખાને લખ્યું, ‘અમારા પ્રિયજનોની હાજરીમાં હું અને મારી ગર્લફ્રેન્ડ આજે કાયમ માટે એક બની ગયા છીએ. આ ખાસ દિવસે તમારા આશીર્વાદ અને પ્રેમ અમારા પર રહે.” અરબાઝ અને શુરાની આ પોસ્ટ પર કોમેન્ટ કરીને તેમના મિત્રો અને નજીકના લોકો તેમને ઘણી બધી શુભકામનાઓ આપી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / માધવી
