– અમદાવાદમાં રૂ. 4600 કરોડના ખર્ચે અત્યાધુનિક સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ તૈયાર થઈ રહ્યું છે, જ્યાં આગામી 36મી ઓલિમ્પિલ રમાશે
અમદાવાદ,25 ડિસેમ્બર (હિ.સ.) સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજે ગાંધીનગર લોકસભાની સાતેય વિધાનસભા વિસ્તારોમાં સાંસદ ખેલ ફૂદ સ્પર્ધાની શરૂઆત થશે.
ખેલો ગાંધીનગર અંતર્ગત ગાંધીનગર લોકસભાના દોઢ લાખથી વધુ યુવાનો આ સ્પર્ધામાં
ભાગ લેશે, એવું તેમણે જણાવ્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, આ સ્પર્ધાના માધ્યમથી અનેક
યુવાનો પોતાના વિકાસ સાથે આ વિસ્તાર અને દેશનું નામ પણ રોશન કરી શકશે.
સાંસદ જન મહોત્સવ અંગે વાત કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર લોકસભાના
42,000 જેટલા યુવાનો ક્રિકેટ સ્પર્ધામાં ભાગ લેશે. આ ઉપરાંત આંગણવાડીના બાળકોને
મનોરંજન માટે પ્રવાસનું પણ આયોજન કરાશે. લાભાર્થી પર્વના માધ્યમથી ગાંધીનગર
લોકસભા મતક્ષેત્રમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાનો લાભ મળવાપાત્ર
તમામ લાભાર્થીઓને મળી રહે તે દિશામાં પ્રયાસ કરાશે, એવું તેમણે ઉમેર્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સંસદ સભ્યોને
પોતાના મતક્ષેત્રમાં ખેલ કૂદ સ્પર્ધા મહોત્સવનું આયોજન કરવા આહવાન કર્યું હતું. વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ રમત ગમત ક્ષેત્રના વિકાસ માટે તથા યુવાનો માટે અનેક કાર્ય કર્યાં છે,
એવું તેમણે ઉમેર્યું હતું.
ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજનીતિનું શુદ્ધિકરણ
કરી રહ્યા છે અને રમત ગમત ક્ષેત્રનું સુદૃઢીકરણ કરી રહ્યા છે.રમત ગમત ક્ષેત્રે ગુજરાત સરકારે કરેલા કાર્ય વિશે વાત કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે, જ્યારે નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે રમતગમત ક્ષેત્રનું રૂ.2.50 કરોડનું બજેટ હતું અને હમણાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રમતગમત ક્ષેત્રનું બજેટ રૂ.293 કરોડે પહોંચ્યું છે. આ ઉપરાંત ગુજરાત સરકાર ખેલાડીઓ માટે શક્તિદુત યોજના લાવી છે, એવું તેમણે ઉમેર્યું હતું.
વધુમાં ગૃહમંત્રીએ કહ્યું હતું કે, જિલ્લા સ્તરીય ખેલ વિદ્યાલય યોજના લાવી 22 જિલ્લામાં
ખેલ પરિષદ બનાવવાનું કાર્ય સરકારે કર્યું છે. દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગુજરાતના
અમદાવાદમાં છે, એવું તેમણે ઉમેર્યું હતું. ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે થયેલા વિકાસકાર્યો વિશે અમિત શાહે જણાવ્યું હતું કે, રૂ.4600 કરોડના ખર્ચે અત્યાધુનિક સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ તૈયાર થઈ રહ્યું છે, જ્યાં 2036નો ઓલિમ્પિક યોજાશે. આ ઉપરાંત રૂ.600 કરોડના ખર્ચે નારણપુરામાં દેશનું સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર થશે.
આજે ગુજરાતનું નામ પણ રમતગમત ક્ષેત્રે ઝળકી રહ્યું છે. રમતગમત ક્ષેત્રે વડાપ્રધાન શ્રી
નરેન્દ્રભાઇ મોદીએ કરેલા બદલાવને કારણે આજે દેશના ખેલાડીઓ આગામી ઓલોમ્પિકમાં
ભાગ લેશે.
હિન્દુસ્થાન સમાચાર/
