ઋષિકેશ, નવી દિલ્હી, 22 ડિસેમ્બર (હિ.સ.) હરિદ્વારમાં આયોજિત કેરમ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા, બેંગલુરુથી આવેલા એક ખેલાડીનું રાફ્ટિંગ દરમિયાન મોત થયું હતું. પોલીસે લાશનો કબજો મેળવીને, મૃતકના સંબંધીઓને જાણ કરી છે.
લક્ષ્મણ ઝુલા પોલીસ સ્ટેશનના પ્રભારી રવિ સૈનીએ જણાવ્યું કે,” 17 ડિસેમ્બરે બેંગલુરુ સ્થિત ભેલ કંપનીમાં કામ કરતા, આઠ ખેલાડીઓ હરિદ્વારમાં આયોજિત કેરમ સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા હતા. સ્પર્ધામાં ભાગ લીધા પછી, ખેલાડીઓએ ઋષિકેશની મુલાકાત લીધી અને ગરુડ ચટ્ટીમાં, રાફ્ટ બુક કરાવી. જેમાં 6 ખેલાડીઓ ગયા હતા. આ દરમિયાન ગરુડ ચટ્ટી પાસે, તરાપો પલટી જવાથી એક ખેલાડી ગૌતમનું મોત થયું હતું. જ્યારે અન્ય પાંચને, બચાવીને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / વિક્રમ / વીરેન્દ્ર / માધવી
