અમદાવાદ,18 ડિસેમ્બર (હિ.સ.) ધારાસભ્ય કાળુ ડાભીની ઉપસ્થિતિમાં ધોલેરાના શેળા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 367 લોકો ઉપસ્થિત રહ્યાં હતાં,જેમાંથી 329 ગ્રામજનોએ આરોગ્ય મેળામાં આરોગ્ય તપાસણીનો લાભ મેળવ્યો. આ ઉપરાંત, આરોગ્ય મેળામાં હાયપરટેન્શન, ટીબી, ડાયાબિટીસ જેવી બીમારીઓ અંગે ગ્રામજનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું તથા તેમનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું. કુલ 44 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ કરવામાં આવ્યું. સોઈલ હેલ્થ કાર્ડ અને પ્રાકૃતિક ખેતી અંગે પણ ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યાં હતાં.
માય ભારત વોલેંટીયર રજીસ્ટ્રેશન અને મહિલાઓ, ખેલાડીઓ,વિદ્યાર્થીઓ તથા કલાકારોને એવોર્ડ વિતરણ દ્વારા વિકાસયાત્રામાં યુવાવર્ગ અને મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી હતી. મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત લાભાર્થીએ પોતાના યોજનાકીય લાભો અંગેના અનુભવો વર્ણવ્યા હતા. આ પ્રસંગે નુક્કડ નાટક અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના અનુભવ વર્ણન સાથે ઉપસ્થિત ગ્રામજનોને પ્રાકૃતિક કૃષિ અને તેના લાભોથી અવગત કરાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર/
