વાલેન્સિયા,નવી દિલ્હી, 14 ડિસેમ્બર (હિં.સ.) ભારતીય પુરૂષ અને મહિલા હોકી ટીમો 15 થી 22 ડિસેમ્બર દરમિયાન 5 દેશોની ટુર્નામેન્ટ, વાલેન્સિયા 2023 માં ભાગ લેવા માટે તૈયાર છે. ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી અન્ય ટીમો સ્પેન, બેલ્જિયમ, જર્મની, આયર્લેન્ડ અને ફ્રાન્સ છે.
ભારતીય મહિલા હોકી ટીમ, ટૂર્નામેન્ટની શરૂઆતની મેચમાં 15 ડિસેમ્બરે યજમાન સ્પેન, 16 ડિસેમ્બરે બેલ્જિયમ, 19 ડિસેમ્બરે જર્મની અને 21 ડિસેમ્બરે આયર્લેન્ડ સામે તેની છેલ્લી મેચમાં ટકરાશે.
સ્પેન સામેની તેમની પ્રથમ મેચ પહેલા, ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન સવિતાએ કહ્યું, “અમે વાલેન્સિયા પહોંચ્યાને ત્રણ દિવસ થયા છે. અમારી અનુકૂલન પ્રક્રિયા પૂર્ણ થયા પછી અમે હવે, સ્પેન સામે ટૂર્નામેન્ટ શરૂ કરવા માટે તૈયાર છીએ. વિશ્વની શ્રેષ્ઠ ક્રમાંકિત ટીમનો અમારે, સામનો કરવો પડશે. અમે આગામી એફઆઈએચ હોકી ઓલિમ્પિક ક્વોલિફાયર રાંચી 2024ની, તૈયારીમાં અમારી નબળાઈઓ પર કામ કરવા માટે આ તકનો ઉપયોગ કરીશું. અમે દરેક રમતમાં અમારા હૃદયથી રમીશું કારણ કે, તે અમારું પ્રદર્શન નક્કી કરશે. આ યોગ્ય પ્લેટફોર્મ છે, સુધારવા માટે.
એ જ રીતે, ભારતીય પુરુષ હોકી ટીમ 15 ડિસેમ્બરે યજમાન સ્પેન સામે ટૂર્નામેન્ટમાં તેના અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ 16 ડિસેમ્બરે બેલ્જિયમ, 19 ડિસેમ્બરે જર્મની અને 20 ડિસેમ્બરે ફ્રાન્સ સાથે રમશે.
ભારતીય પુરૂષ હોકી ટીમનો કેપ્ટન હરમનપ્રીત સિંહ પણ, તેની પ્રથમ મેચ પહેલા પોતાના પ્રદર્શનને લઈને આત્મવિશ્વાસ ધરાવે છે. “કેટલીક ટોચની હોકી ટીમો વાલેન્સિયા આવી છે. તે તમામ તેમની રમતને સુધારવા માટે આ વિન્ડોનો ઉપયોગ કરવા ઈચ્છે છે, અને અમે તેનાથી અલગ નથી. અમે દરેક મેચને મહત્વની મેચ માનીશું અને ટૂર્નામેન્ટ જીતવાનો પ્રયાસ કરીશું. ટીમ ફરીથી હોકી રમવા અને દેશને ગૌરવ અપાવવા માટે ઉત્સુક છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
