લંડન, નવી દિલ્હી,12 જાન્યુઆરી (હિં.સ.) વિશ્વનો નંબર 1 રોની ઓ’સુલિવન, ગુરુવારે બેરી હોકિન્સને 6-3 થી હરાવીને, સ્નૂકર માસ્ટર્સની સેમિફાઇનલમાં પહોંચ્યો હતો.
48 વર્ષના ઓ’સુલિવન, હોકિન્સથી 3-2 થી પાછળ હતો, પરંતુ 2019 પછી પ્રથમ વખત પ્રતિષ્ઠિત આમંત્રિત ઇવેન્ટમાં, છેલ્લી ચાર બર્થ મેળવવા માટે સતત ચાર ફ્રેમ્સ લીધી હતી. ઓ’સુલિવન તેની શ્રેષ્ઠ પ્રદર્શનથી દૂર હતો, પરંતુ હોકિન્સે ઘણી તક ગુમાવી હતી.
વર્લ્ડ સ્નૂકર ટૂરની વેબસાઈટ ઓ’સુલિવનને ટાંકીને કહે છે, અંતમાં મેં બેરીને ‘સોરી’ કહ્યું કારણ કે તે, ખૂબ જ ખરાબ હતું. જો હું વધુ સારી રીતે રમ્યો હોત તો મને ખાતરી છે કે, તે પણ વધુ સારું રમ્યો હોત અને તે સારી રમત. પરંતુ ઘણીવાર એવું લાગે છે કે, જ્યારે હું ખરાબ રમું છું, ત્યારે અન્ય ખેલાડી તેનાથી પણ ખરાબ રમે છે.
સાત વખતના ચેમ્પિયન ઓ’સુલિવનનો હવે પછીનો મુકાબલો, સોર્ન મર્ફી સાથે થશે, જેમણે વિશ્વના 6 નંબરના ખેલાડી જૈક લિસોવ્સ્કી સાથે થશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
