મુંબઈ, નવી દિલ્હી, 13 ડિસેમ્બર (હિ.સ.) અભિનેતા રવિન્દ્ર બેર્ડેનું આજે નિધન થયું છે. તેમણે 78 વર્ષની વયે, અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી, કેન્સરની સારવાર લઈ રહ્યા હતા. ગળાના કેન્સરને કારણે તેમને મુંબઈની, ટાટા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તેઓને નિયમિત સારવાર બાદ, બે દિવસ પહેલા ઘરે લાવવામાં આવ્યા હતા. હૃદયરોગના હુમલાના કારણે, તેમના નિવાસસ્થાને તેમનું અવસાન થયું હતું. રવિન્દ્ર બેર્ડે તેમના પરિવારમાં, પત્ની, બે બાળકો, પુત્રવધૂ અને પૌત્ર-પૌત્રીઓ છે. પ્રખ્યાત મરાઠી અભિનેતા લક્ષ્મીકાંત બેર્ડે, તેમના નાના ભાઈ છે. લક્ષ્મીકાંત અને રવિન્દ્ર બેર્ડેએ પણ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. રવિન્દ્ર બેર્ડેએ તેમની ફિલ્મી કરિયરમાં 300 થી વધુ, મરાઠી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ થિયેટર સાથે પણ સંકળાયેલા હતા.પીઢ અભિનેતા રવિન્દ્ર બેર્ડેના નિધનથી, સમગ્ર મનોરંજન જગત શોકમાં ગરકાવ છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / મુકુંદ / માધવી
