નવી દિલ્હી, 11 ડિસેમ્બર (હિં.સ.) બજેટ એરલાઈન સ્પાઈસજેટ, જે નાણાકીય ઉથલ-પાથલમાંથી પસાર થઈ રહી છે, તે ટૂંક સમયમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) પર તેની સિક્યોરિટીઝનું લિસ્ટ કરશે. કંપનીએ પોતે આ જાણકારી આપી છે.
એરલાઈને સોમવારે શેરબજારને જાણ કરી હતી કે,” રોકાણકારોની પહોંચ વધારવા માટે કંપની ટૂંક સમયમાં એનએસઈ પર, તેની સિક્યોરિટીઝને સૂચીબદ્ધ કરશે. કંપનીઓએ એનએસઈ પર સૂચિબદ્ધ થવા માટે, ફાઇનાન્સ પેરામીટર્સ સહિતની વિવિધ આવશ્યકતાઓને પૂર્ણ કરવી પડશે.” દરમિયાન, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) પર, કંપનીના શેરમાં આજે સવારના વેપારમાં આઠ ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે.
ઘણી બાધાઓનો સામનો કરી રહેલી સ્પાઇસજેટ, ફંડ એકત્ર કરવાના માર્ગો પર વિચાર કરી રહી છે. કંપનીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે,” તેની બોર્ડ મીટિંગમાં ફંડ એકત્ર કરવાના વિવિધ વિકલ્પો પર વિચાર કરવામાં આવશે.” ઉલ્લેખનીય છે કે, સ્પાઈસ જેટ ઓછી કિંમતે, ઉડ્ડયન સેવા આપતી કંપની છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ / માધવી
