નવી દિલ્હી, 3 ડિસેમ્બર (હિ. સ.) પીઢ હિન્દી ફિલ્મ અભિનેતા અને ફિલ્મ નિર્માતા જુનિયર મેહમૂદ, કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. તેનું કેન્સર છેલ્લા સ્ટેજ એટલે કે, ચોથા સ્ટેજમાં પહોંચી ગયું છે. નવેમ્બરમાં તેમને કેન્સર હોવાનું નિદાન થયું હતું. 67 વર્ષીય જુનિયર મેહમૂદ, ‘કટી પતંગ’ અને ‘આન મિલો સજના’ , ‘બ્રહ્મચારી’ જેવી ફિલ્મોમાં, તેની ભૂમિકાઓ માટે જાણીતા છે. તાજેતરમાં કોમેડિયન અને એક્ટર જોની લીવર જુનિયર મેહમૂદને મળ્યા હતા. તેમની તબિયતના સમાચાર જાણ્યા હતા.
અભિનેતા જોની લીવર, જુનિયર મેહમૂદને તેના મુંબઈના ઘરે મળ્યા હતા. આ પ્રવાસની તસવીરો અને વીડિયો વાયરલ થયા છે. મીટિંગ બાદ જોની લીવરે કહ્યું, તેમની હાલત ખૂબ જ ખરાબ છે અને તેમને ઓળખવા મુશ્કેલ છે. જુનિયર મહેમૂદની તબિયતને લઈને તેના નજીકના મિત્ર સલામ કાઝીએ, મીડિયાને કહ્યું, જુનિયર મહેમૂદ છેલ્લા બે મહિનાથી બીમાર હતા. ત્યારબાદ અચાનક તેનું વજન ઘટવા લાગ્યું. અને પછી કેન્સરની ખબર પડી.”
જુનિયર મેહમૂદની બીમારીના સમાચાર, અભિનેતા જોની લીવરને મળતા જ તે જુનિયર મેહમૂદને મળવા ગયા હતા. સલામ કાઝી અને જુનિયર મેહમૂદ છેલ્લા 15 વર્ષથી મિત્રો છે. જુનિયર મહેમૂદની હવે, તેના ઘરે સારવાર કરવામાં આવી રહી છે. સલામ કાઝીએ કહ્યું, જ્યારે જુનિયર મહેમૂદનો મેડિકલ રિપોર્ટ આવ્યો ત્યારે, કહેવામાં આવ્યું કે, તેને લીવર અને ફેફસામાં કેન્સર, આંતરડામાં ગાંઠ અને કમળો છે. જેથી સારવાર ચાલી રહી છે, પરંતુ ડોક્ટરે કહ્યું કે, કેન્સર ચોથા સ્ટેજમાં છે. જો કે કેન્સરની એક મહિના પહેલા ખબર પડી ગઈ હતી. પણ તે ચોથા સ્ટેજ પર છે, તે જાણવા મળ્યું. ડૉક્ટરોએ અમને કહ્યું છે કે, તેની પાસે હવે માત્ર 40 દિવસ જીવવા માટે છે. અમે બધા તેના માટે પ્રાર્થના કરીએ છીએ.”
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / પવન / માધવી
