નવી દિલ્હી, 21 માર્ચ પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક એસએસ રાજામૌલી અને તેમના પુત્ર એસએસ કાર્તિકેય ભૂકંપમાં બચી ગયા હતા. ગુરુવારે 21 માર્ચના, જાપાનમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે ફિલ્મ આરઆરઆરની આખી ટીમ, 28મા માળે હતી.
રાજામૌલીના પુત્ર કાર્તિકેયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, પોતાનો અનુભવ શેર કર્યો અને કહ્યું, જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે આરઆરઆરની આખી ટીમ, હોટલના 28મા માળે હતી. તેઓએ પોતાની સ્માર્ટવોચ પર ભૂકંપની ચેતવણી જોતા જ, તરત જ આંચકા અનુભવ્યા.”
સ્માર્ટવોચ પર દેખાતા ભૂકંપના એલર્ટ મેસેજનો, ફોટો શેર કરતી વખતે તેણે ટ્વીટ કર્યું છે. આમાં કાર્તિકેય કહે છે, હમણાં જ જાપાનમાં ભૂકંપનો આંચકો અનુભવાયો. અમે 28મા માળે હતા. જમીન ધીમે-ધીમે ધ્રૂજવા લાગી. અમને એ સમજવામાં થોડો સમય લાગ્યો કે, તે ભૂકંપ હતો. હું ચીસો પાડવા જતો હતો પણ આસપાસના જાપાની લોકોને તેની કોઈ પરવાહ ન હતી…તેમની પ્રતિક્રિયા એવી હતી કે વરસાદ પડશે.
જાપાનના હવામાન વિભાગે અહેવાલ આપ્યો છે કે,’ 21 માર્ચ ગુરુવારે, પૂર્વીય ક્ષેત્રમાં 5.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. નવા વર્ષની શરૂઆતમાં જ જાપાનમાં ભૂકંપના 21 આંચકા અનુભવાયા હતા.’
એસએસ રાજામૌલી, છેલ્લા કેટલાક દિવસોથી ફિલ્મની ટીમ સાથે જાપાનમાં છે. રાજામૌલી ફિલ્મની ટીમ અને પરિવાર સાથે, આરઆરઆર ની સ્ક્રીનિંગમાં હાજરી આપવા જાપાનમાં છે. રાજામૌલીની ફિલ્મ જાપાનમાં છેલ્લા 513 દિવસથી બતાવવામાં આવી રહી છે. જાપાનમાં આરઆરઆર નો જબરદસ્ત ક્રેઝ છે.
