


ગોધરા,27 નવેમ્બર (હિ.સ.) લોકસભા ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટી ના ગઢ ગણાતા મોરવા હડફ ના પૂર્વ પટ્ટા માં ભાજપે મોટું ગાબડું પાડ્યું છે.આપ ના ૫૦૦ કાર્યકરો ભાજપ માં જોડાયા છે.મોરવા વિધાનસભાના સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન રાજ્ય પંચાયત મંત્રી સહિતની ઉપસ્થિતીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી સહિત અન્ય હોદ્દેદારોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો જેને ભાજપાએ આવકાર્યા હતા વળી તાલુકા પંચાયતના એક અપક્ષ સદસ્ય પણ ભાજપમાં જોડાયા છે.રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે આગામી લોકસભા ચૂંટણી કોઈ પક્ષ કે વ્યક્તિની નહિં પરંતુ ભારત દેશને વિશ્વગુરૂ બનાવવાનું એક ચરણ છે જેથી સૌ કાર્યકરો અને જનતાને આગામી લોકસભા ચૂંટણી માટે કામે લાગી જવા અને ભાજપ ને ભવ્ય જીત અપાવવા સંકલ્પ કરવા અપીલ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર/હર્ષદ મહેરા /હર્ષ શાહ
