
નવી દિલ્હી, 27 નવેમ્બર (હિ.સ.) જર્મન લક્ઝરી કાર ઉત્પાદક ઓડી ઇન્ડિયા એ, જાન્યુઆરીથી તેના તમામ મોડલની કિંમતમાં 2 ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે.
કંપનીએ સોમવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતમાં વાહનોની કિંમતમાં બે ટકા સુધીનો વધારો કરવામાં આવશે. આ વધારો તમામ મોડલ રેન્જમાં હશે, જે 1 જાન્યુઆરી, 2024થી લાગુ થશે. કંપનીએ કહ્યું છે કે, વધતા ઈનપુટ અને ઓપરેટિંગ ખર્ચને કારણે કિંમતોમાં આ વધારો જરૂરી હતો.
ઓડી ઈન્ડિયા ના વડા બલબીર સિંઘ ઢીલ્લો એ જણાવ્યું હતું કે, “અમે સપ્લાય-ચેઈન સંબંધિત કાચા માલની માંગ અને ઓપરેટિંગ ખર્ચમાં વધારો થવાને કારણે બ્રાન્ડની પ્રીમિયમ વેલ્યુ પોઝિશન જાળવી રાખીને મોડલ રેન્જમાં વેલ્યુ એડિશન કર્યું છે. તેમણે કહ્યું કે,, એ સુનિશ્ચિત કરવામાં આવશે કે ભાવ વધારાની અસર ગ્રાહકો પર ન્યૂનતમ પડે.
ઓડી ઈન્ડિયા, 2024 માટે તેના તમામ મોડલ અને રેન્જમાં કિંમતોમાં વધારો કરનાર કાર નિર્માતાઓમાંની એક છે. ઓડી ઈન્ડિયા, કયુ-3 એસયુવી થી લઈને સ્પોર્ટ્સ કાર આરએસકયુ-8 સુધીના વાહનોની શ્રેણીનું વેચાણ કરે છે, જેની કિંમત રૂ. 42.77 લાખથી રૂ. 2.22 કરોડની વચ્ચે છે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ/સંજીવ/સુનીત / માધવી
