
નવી દિલ્હી, 05 માર્ચ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. બ્રેન્ટ ક્રૂડ લગભગ 83 ડોલર પ્રતિ બેરલ અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડ 79 ડોલર પ્રતિ બેરલ આસપાસ છે. જોકે, ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, રાજધાની નવી દિલ્હીમાં મંગળવારે પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લીટર પર રહી. તે જ સમયે, મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા, કોલકતામાં પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયા, ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્તાહના બીજા દિવસે શરૂઆતના વેપારમાં બ્રાન્ડેડ ક્રૂડ 0.13 ડોલર એટલેકે 0.18 ટકાના વધારા સાથે પ્રતિ બેરલ 82.67 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ પણ 0.25 ડોલર એટલેકે 0.32 ટકાના વધારા સાથે બેરલ દીઠ 78.49 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.
