નવી દિલ્હી, 23 નવેમ્બર (હિ. સ.) બોલીવુડના લોકપ્રિય અભિનેતા આર.માધવને, સાઉથની સાથે હિન્દીમાં પણ ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. આર.માધવનની ‘ધ રેલ્વે મેન’ વેબ સિરીઝ ટૂંક સમયમાં જ સ્ક્રીન પર આવશે. આ વેબ સિરીઝમાં, આર.માધવનની સાથે જુહી ચાવલા પણ લીડ રોલમાં છે. આ દરમિયાન આર.માધવનનો, એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આર.માધવને, તેના ક્રશ વિશે ખુલાસો કર્યો છે.
વીડિયોમાં આર.માધવન જુહી ચાવલા વિશે, વાત કરતા જોવા મળે છે. આર.માધવને કહ્યું, જ્યારે મેં ફિલ્મ ‘કયામત સે કયામત તક’ જોઈ, ત્યારે મેં મારી માતાને કહ્યું કે,’ હું આ અભિનેત્રી સાથે લગ્ન કરવા માંગુ છું. મારી વાત સાંભળીને માતા જોર જોરથી હસવા લાગી, પરંતુ તે સમયે મારું એકમાત્ર લક્ષ્ય જુહી ચાવલા સાથે લગ્ન કરવાનું હતું.’ આર.માધવનનો આ વીડિયો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીત / માધવી
