નવી દિલ્હી, 22 નવેમ્બર (હિ. સ.) પ્રખ્યાત નિર્માતા અને નિર્દેશક રાજકુમાર સંતોષી સાથે સુપરહિટ ફિલ્મ આપનાર સની દેઓલ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવ્યા બાદ હવે તેઓ ફરી મિત્રો બની ગયા છે. ટૂંક સમયમાં રાજકુમાર સંતોષી સની દેઓલ સાથે, નવી ફિલ્મ લઈને આવશે. ચર્ચા છે કે આ ફિલ્મમાં સનીની સાથે આમિર ખાન પણ, મુખ્ય ભૂમિકા ભજવશે.
સની દેઓલે તાજેતરમાં ગોવામાં 54માં ફિલ્મ ફેસ્ટિવલમાં, હાજરી આપી હતી. આ અવસર પર તેણે ઈન્ડસ્ટ્રીમાં તેની સફર વિશે ટિપ્પણી કરી. આ ફેસ્ટિવલમાં નિર્માતા અને દિગ્દર્શક રાહુલ રવૈલ પણ હાજર રહ્યા હતા. સનીએ રાહુલ સાથે ઘણી શાનદાર ફિલ્મો આપી. આ વિશે વાત કરતાં સનીએ કહ્યું, “રાહુલ સાથે મારી સફર શરૂ કરીને, હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું. તેમણે મને 3 શાનદાર ફિલ્મો આપી. જેમાંથી કેટલીક કામ કરી અને કેટલીક ફ્લોપ રહી, પરંતુ દર્શકો હજુ પણ તે ફિલ્મોને યાદ કરે છે. તેમની આ ફિલ્મોના કારણે જ હું આજે તમારી સામે ઉભો છું.”
આ જ કાર્યક્રમમાં પ્રખ્યાત નિર્માતા અને નિર્દેશક રાજકુમાર સંતોષી પણ હાજર હતા. રાજકુમાર સંતોષીએ સની સાથે, દામિની, ઘાતક, ઘાયલ જેવી ઉત્તમ અને સુપરહિટ ફિલ્મો પણ આપી છે. તેમણે સની પર પણ ટિપ્પણી કરી હતી. રાજકુમાર સંતોષીએ કહ્યું, મને લાગે છે કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ સની દેઓલના ગુણોની કદર કરી નથી, પરંતુ ભગવાને તેની કલાને યોગ્ય ન્યાય આપ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીત / માધવી
