નવી દિલ્હી, 12 નવેમ્બર (હિ.સ.) યુટ્યુબર અને ‘બિગ બોસ ઓટીટી-2’ વિજેતા એલ્વિશ યાદવ પર રેવ પાર્ટીઓમાં સાપનું ઝેર અને વિદેશી છોકરીઓને, સપ્લાય કરવાનો ગંભીર આરોપ છે, પરંતુ તેણે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. આવી સ્થિતિમાં એલ્વિશની એક પોસ્ટે બધાનું ધ્યાન ખેંચ્યું છે. બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન વિશે એલ્વિસની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
સલમાન સાથેનો ફોટો શેર કરતા એલવિશે લખ્યું, “સમય ખૂબ જ વિચિત્ર છે, મેં તેને અપનાવી લીધો છે. તમે ખૂબ નજીક હતા, હવે તમે ખૂબ બદલાઈ ગયા છો.”
ઉત્તર પ્રદેશના નોયડા શહેરના સેક્ટર 49 પોલીસ સ્ટેશનમાં એલ્વિસ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં અન્ય પાંચની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં, એલ્વિસે કહ્યું હતું કે, “હાલના કેસમાંથી મેં એક વાત શીખી છે કે જીવનમાં ઉતાર-ચઢાવ, ખુશીઓ અને દુ:ખ આવે છે. જે કંઈ થઈ રહ્યું છે તે સારું છે. જીવન આવું છે. મને કોઈ દુ:ખ નથી. આવી વસ્તુઓ બનતી રહે છે અને આ વસ્તુઓ વિના, જીવનનો અર્થ શું છે?”
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીત / માધવી
