
નવી દિલ્હી, 10 નવેમ્બર (હિ.સ.) વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે છેલ્લા કેટલાક મહિનાઓથી ઉત્સવની ભાવનામાં ડૂબેલા દેશવાસીઓને ધનતેરસની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાને ભગવાનને પ્રાર્થના કરી છે કે, લોકો હંમેશા સ્વસ્થ અને સમૃદ્ધ રહે.
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર કહ્યું છે કે, ‘દેશના મારા પરિવારના તમામ સભ્યોને, સ્વાસ્થ્ય અને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક તહેવાર, ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું ઈચ્છું છું કે, ભગવાન ધન્વંતરિની કૃપાથી તમે બધા હંમેશા સ્વસ્થ, સમૃદ્ધ અને ખુશ રહો, જેથી વિકસિત ભારતના સંકલ્પને નવી ઉર્જા મળતી રહે.
આ શુભ તહેવાર પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ‘એક્સ’ પર કહ્યું છે કે, ‘તમામ દેશવાસીઓને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ. ધનતેરસનો આ પવિત્ર તહેવાર દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ‘એક્સ’ પર કહ્યું છે કે, ‘ધનતેરસના પવિત્ર તહેવાર પર આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. માં લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે. ભગવાન ધન્વંતરિની કૃપાથી તમે સ્વસ્થ બનો, એ જ પ્રાર્થના છે.
પૌરાણિક માન્યતા અનુસાર, આયુર્વેદના પ્રણેતા શ્રી ધન્વંતરી ભગવાન વિષ્ણુના અવતાર છે. પૃથ્વી પર તેમનો અવતાર સમુદ્ર મંથન દરમિયાન થયો હતો. દિવાળીના બે દિવસ પહેલા ભગવાન ધન્વંતરીના અવતારને ધનતેરસ તરીકે ઉજવવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / ડો. હિતેશ
