દેહરાદૂન, નવી દિલ્હી, 09 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉત્તરાખંડની ત્રણ દિવસની મુલાકાત બાદ, આજ દિલ્હી જવા રવાના થઈ ગયા છે. તેમણે ઉત્તરાખંડની મુલાકાત દરમિયાન, અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
રાષ્ટ્રપતિએ આજે સવારે પોલીસ લાઈન્સ, દેહરાદૂન ખાતે આયોજિત રાજ્ય સ્થાપના દિવસ કાર્યક્રમમાં, મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. કાર્યક્રમના સમાપન બાદ રાષ્ટ્રપતિ રોડ માર્ગે જોલી ગ્રાન્ટ એરપોર્ટ પહોંચ્યા હતા.
આ પછી રાષ્ટ્રપતિ મુર્મુનુ, જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ (નિવૃત્ત), કેબિનેટ મંત્રી સૌરભ બહુગુણા, મેયર સુનિલ ઉનિયાલ ગામા, મેયર અનિતા મમગાઈ, મુખ્ય સચિવ ડૉ.એસ.એસ. સંધુ, ડીજીપી અશોક કુમાર, ગઢવાલના કમિશનર વિનય શંકર પાંડે એ સ્વાગત કર્યું. સચિવ વિનોદ કુમાર સુમન અને ડીએમ સોનિકાએ, તેમને દિલ્હી માટે વિદાય આપી.
હિન્દુસ્થાન સમાચાર / સાકેતિ / રામાનુજ / માધવી
