
નવી દિલ્હી, 8 નવેમ્બર (હિ. સ.) સની દેઓલની ફિલ્મ ‘ગદર-2’એ, બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. આ ફિલ્મે પાંચસો કરોડથી વધુની કમાણી કરી છે. તેના પહેલા અને બીજા પાર્ટના ડિરેક્ટર અનિલ શર્મા અત્યારે સીને સમાચારની હેડલાઈન્સમાં છે. અનિલ શર્માએ તેની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. ‘ગદર-2’ની અપાર સફળતા બાદ અનિલ શર્માએ તેની આગામી ફિલ્મ ‘જર્ની’ની જાહેરાત કરી છે. 22 વર્ષ પછી અનિલ શર્માએ સની દેઓલ અને અમીષા પટેલ સાથે બોક્સ ઓફિસ પર જોરદાર હિટ ફિલ્મ આપી અને બોક્સ ઓફિસ પર એક અલગ ઈતિહાસ રચ્યો. દર્શકો હવે અનિલ શર્માની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
તેણે મંગળવારે તેના સત્તાવાર સોશિયલ મીડિયા પર, તેની આગામી ફિલ્મ ‘જર્ની’ની જાહેરાત કરી છે. અનિલ શર્માએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘ગદર-2ની સફળતા બાદ અમે બાબા કાશી વિશ્વનાથના આશીર્વાદ સાથે, અમારી આગામી ‘યાત્રા’ શરૂ કરી છે.’ આ ટ્વિટ કરતા અનિલ શર્માએ કેટલીક તસવીરો શેર કરી છે. આ ફોટામાં અભિનેતા નાના પાટેકર અને ઉત્કર્ષ શર્મા જોવા મળે છે.
આ ફિલ્મમાં નાના પાટેકર લીડ રોલમાં છે. બાકીના કલાકારો વિશે હજુ સુધી માહિતી જાહેર કરવામાં આવી નથી. 22 વર્ષ પછી અનિલ શર્માએ ‘ગદરઃ 2’ દ્વારા જોરદાર હિટ ફિલ્મ આપી. આ પહેલા અનિલ ‘ગદર એક પ્રેમ કથા’, ‘જીનિયસ’ અને સલમાન ખાનની ‘વીર’ ડિરેક્ટ કરી ચૂક્યા છે. હવે દર્શકો તેની આગામી ‘જર્ની’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / ડો હિતેશ
