અમદાવાદ,06 નવેમ્બર (હિ.સ.) સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયત અમદાવાદ ખાતે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાનો સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
ઉપરોક્ત કાર્યક્રમમાં દસક્રોઈ તાલુકાના 30 ગ્રામ પંચાયતોના તલાટી-કમ-મંત્રીઓ તથા સરપંચઓ હાજર રહ્યાં હતા અને તેમના દ્વારા આ સંવાદમાં દસ્તકોઈ તાલુકાના તમામ ગામોમાં સ્વચ્છતાની થયેલ કામગીરી માટેની ચર્ચા કરવામાં આવી હતી. સરપંચઓ અને તલાટી-કમ-મંત્રીઓ દ્વારા ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા કાયમ માટે જળવાઈ રહે બાબતે સંકલ્પ કરવામાં આવ્યો હતો. દસક્રોઈ તાલુકામાં ગ્રામ્ય કક્ષાનું જીવન આરોગ્યમય, સુદ્રઢ, સરળ અને સ્વચ્છ બની રહે તે બાબતની પણ સંભાળ લેવામાં આવે છે તેમ જણાવવામાં આવ્યું.
હિન્દુસ્થાન સમાચાર//માધવી
