નવી દિલ્હી, 6 નવેમ્બર (હિ.સ.) હોકી ઈન્ડિયાએ રવિવારે રાત્રે ઝારખંડ મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023નુ, ટાઈટલ જીતવા બદલ ભારતીય મહિલા હોકી ટીમના દરેક સભ્ય માટે 3.00 લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફના દરેક સભ્યને 1.50 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.
ભારતીય ટીમ આખી ટુર્નામેન્ટમાં અપરાજિત રહી અને ખિતાબી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન જાપાનને 4-0 થી હરાવીને આ ટાઈટલ જીત્યુ હતુ.
ભારતીય ટીમને તેમની નોંધપાત્ર જીત માટે, હૃદયપૂર્વક અભિનંદન આપતા હોકી ઈન્ડિયાના પ્રમુખ પદ્મશ્રી ડૉ. દિલીપ ટીર્કીએ કહ્યું, “હોકી ઈન્ડિયા વતી, હું ભારતીય મહિલા હોકી ટીમને, તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને ઝારખંડ મહિલા એશિયન ચેમ્પિયન્સનું ટાઇટલ, ટ્રોફી રાંચી 2023 જીતવા બદલ, અભિનંદન આપવા માંગુ છું. ખિતાબ જીતવા બદલ હાર્દિક અભિનંદન. તમારા અતૂટ સમર્પણ અને સખત પ્રયત્નોએ દેશને ખૂબ જ ગૌરવ અપાવ્યું છે, જે હોકીની રમત પ્રત્યેની તમારી અડગ પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. અમને આવનારા સમયમાં વધુ અસાધારણ જીત જોવાની આતુરતાપૂર્વક અમે આશા કરીશું.
હોકી ઈન્ડિયાના સેક્રેટરી જનરલ ભોલા નાથ સિંહે કહ્યું, “ભારતીય મહિલા હોકી ટીમને ઝારખંડ વુમન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી રાંચી 2023 નુ ટાઈટલ જીતવામાં અસાધારણ સિદ્ધિ બદલ અભિનંદન આપતા, મને ખૂબ જ આનંદ થાય છે. તમારી અદ્ભુત મક્કમતા અને સંયુક્ત ટીમના કાર્યથી, શાનદાર તમારી સિદ્ધિઓ દેશભરના, ઉભરતા હોકી ખેલાડીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે. અમને તમારી સિદ્ધિઓ પર ખૂબ ગર્વ છે અને અમે ભવિષ્યમાં પણ વધુ મોટી સિદ્ધિઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. શાબાશ! ટીમ ઈન્ડિયા.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
