નવી દિલ્હી, 04 નવેમ્બર : ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 85 ડોલર ની નજીક છે અને ડબલ્યુટીઆઈ ક્રૂડ પ્રતિ બેરલ 81 ડોલર ની નજીક છે. જોકે, જાહેર ક્ષેત્રની ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, શનિવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા, ડીઝલ 89.62 રૂપિયા, મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા, ડીઝલ 94.27 રૂપિયા, કોલકતામાં પેટ્રોલ 106.03 રૂપિયા, ડીઝલ 92.76 રૂપિયા, ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લિટરના દરે ઉપલબ્ધ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે બ્રેન્ટ ક્રૂડની કિંમત 1.96 ડોલર એટલેકે 2.26 ટકાના ઘટાડા સાથે બેરલ દીઠ 84.89 ડોલર પર રહી. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઈ) ક્રૂડ પણ 1.95 ડોલર એટલેકે 2.36 ટકા ઘટીને 80.51 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે.
