મોડાસા, 31 ઓકટોબર : રૂદરડીના રહીશ કોટડા જઇ રહ્યા હતા ઈડરના રૂદરડીની સીમમાં ગુરુવારે બપોરે બે બાઈક ટકરાતાં જેમાં 47 વર્ષિય શખ્સને ગંભીર ઈજાઓ પહોંચાતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. જાદર પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
રૂદરડીના મુકેશભાઈ રામાભાઈ ચૌહાણ ગત 26 તારીખે બપોરના સમયે તેમની બાઇક નં. જીજે.18.એડી.8597 લઈને, કોટડા ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમ્યાન સામેથી આવતી બાઈક નં.જીજે.09.ડીએલ.0104 ના ચાલક સુરેશભાઈ હરીશભાઈ ચૌહાણે મુકેશભાઈની બાઈકને ટક્કર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેથી મુકેશભાઇને સારવાર અર્થે ઈડરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં 28 તારીખે તેમનું મોત થયું હતું. અકસ્માતમાં બનાવને લઈ કોકીલાબેને રુદેરડીના સુરેશભાઈ સામે જાદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
