
મોડાસા,25 ઓકટોબર (હિ.સ.) અસાલ જીઆઈડીસીમાં આવેલી ઈક્કો વેસ્ટનામની કેમિકલ ફેક્ટરી છેલ્લા 4 મહિનાથી બંધ હતી. જેમાં અચાનક આજે વહેલી સવારે લગભગ સાડા ત્રણ વાગ્યાના સુમારે આગ લાગી હતી. મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો. આગને કાબુમાં લેવા માટે.ફાયર વિભાગની 10 ગાડીઓએ પાણીનો મારો ચલાવ્યો ફાયબ્રિગેડની ગાંધીનગર, મહેસાણા, હિંમતનગર, ઇડર થી ફાયર ટિમ બોલાવવામાં આવી હતી. કંપનીમાં 60 થી વધુ કેમિકલ ભરેલ ટેન્કરોમાં આગ લાગતાં
60 થી વધુ ટેન્કરો બળીને રાખ. આગ લાગવાનું કારણ અકબંધ
સ્થાનિક સરપંચ રાહુલભાઇ ગામેતી દ્વારા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ઇક્કો વેસ્ટ કંપની માલિકને કરોડો રૂપિયાનું નુકશાન થયું હોવાનું કંપનીના મેનેજર અનિલભાઈએ જાણકારી આપી હતી. જેમાં આગ કાબુમાં આવ્યા બાદ સાચો ઓકડો આવે તેમ છે આ આગના કારણે અમદાવાદ થી વાયા શામળાજી ઉદેપુર નેશનલ હાઇવે પરથી અવરજવર કરતા વાહન ચાલકો તેમજ આસપાસ ના ગામાંમાં આગની જ્વાળાથી ધુમાડાના ગોટે ગોટા થી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
તેમજ જીઆઈડીસીમાં આવેલી આસપાસની ફેક્ટરીમાં પણ આગ ફેલાઈ હતી. આ લખાય છે ત્યાં સુધીમાં આગ કાબુમાં રાખવા માટે પ્રયત્નો ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર/મહેન્દ્રપ્રસાદ
