
નવી દિલ્હી, 25 ઓક્ટોબર (હિ. સ.). ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને ડૉ. સુદેશ ધનખડ, 26 ઓક્ટોબરે ઉત્તરાખંડની બે દિવસીય મુલાકાતે જશે. ઉપરાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળ્યા બાદ રાજ્યની આ તેમની પ્રથમ મુલાકાત હશે.
ઉપરાષ્ટ્રપતિ ધનખડ, પહેલા દિવસે ગંગોત્રીની મુલાકાત લેશે. બીજા દિવસે 27મી ઓક્ટોબરે તેઓ કેદારનાથ ધામ અને બદ્રીનાથ ધામ ના દર્શન કરશે. આ પછી ઉપરાષ્ટ્રપતિ ધનખડ, ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, દેહરાદૂન ખાતે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના નેજા હેઠળ આયોજિત કન્ટ્રી લેડ ઇનિશિયેટિવ (સીએલઆઈ) ના સમાપન સમારોહને સંબોધિત કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ દેહરાદૂન રાજભવન પણ જવાના છે.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / ડો. હિતેશ/માધવી
